પરીણિતાને અન્ય સાથે પ્રેમ થતાં પતિએ જ લગ્ન કરાવી આપ્યા
છાપરા: બિહારના છપરામાં આ ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં પરિણીત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ થયો ત્યારે પતિએ તેના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા.
છપરામાં બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની કહાણી પણ હિન્દી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ને મળતી આવે છે. ફિલ્મમાં પતિ પોતાની પત્નીના લગ્ન તેના પૂર્વ પ્રેમી સાથે કરાવાનો ર્નિણય કરે છે. ફિલ્મી પડદે તમે આ વાર્તા જાેઈ ચૂક્યા છો. ત્યારે બિહારના છાપરામાં પણ આવો જ કિસ્સો બન્યો છે. અહીં પતિએ પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા છે.
લગ્ન બાદ પતિ, તેની પૂર્વ પત્ની અને પ્રેમી મંદિરેથી પરત આવતા હતા ત્યારે કોઈએ આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને વાયરલ કર્યો હતો. માહિતી પ્રમાણે, આ વિડીયો નગર નિગમ ક્ષેત્રના વોર્ડ નંબર ૪૫ સ્થિત ઘેઘટા ગામનો છે. પરિણીત મહિલાની એક દીકરી પણ છે. પરણેલી હોવા છતાં મહિલા પર ફરી પ્રેમનો રંગ ચડ્યો હતો. જે બાદ પતિએ મંદિર લઈ જઈને પત્ની અને તેના પ્રેમીના લગ્ન કરાવી આપ્યા હતા.
મહિલાના પતિએ જણાવ્યું કે, તેમના લવ મેરેજ થયા હતા. જાેકે, થોડા વર્ષો બાદ પત્નીને કોઈ બીજા યુવક સાથે પ્રેમ થઈ જતાં ખુશી-ખુશી તેમના લગ્ન કરાવી આપ્યા. તો બીજી તરફ ફરી લગ્ન કરનારી મહિલાએ પહેલા પતિ પર મારઝૂડનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કહ્યું કે, લગ્ન બાદ હમણાં જ પતિએ મને મારી છે. મેં આ લગ્ન ખુશી-ખુશી મારી મરજીથી કર્યા છે.
વાયરલ વિડીયોમાં નિકીએ કહ્યું, મેં મારી ઈચ્છાથી પતિને છોડ્યો છે અને બીજીવાર લગ્ન કર્યા છે. હવે હું મારા બીજા પતિને નહીં છોડું.
મહિલાના બીજા પતિએ પણ પૂર્વ પતિ પર ત્રાસ આપવાનો આરોપ મૂક્યો છે. નવા પતિએ કહ્યું-અમે આ લગ્નથી ખુશ છીએ અને આશરે ૬ મહિનાથી સાથે છીએ. મહિલાના પૂર્વ પતિનું કહેવું છે કે, તેમની એક દીકરી છે અને તેઓ સારી રીતે તેનો ઉછેર કરશે.