Western Times News

Gujarati News

પરીણિતાને સાસુ અને નણંદના ત્રાસની ફરિયાદ

અમદાવાદ, છેલ્લા ઘણાં સમયથી સપ્તાહમાં અનેક પરિણીતાઓની ફરિયાદ પોલીસ સમક્ષ આવી રહી છે. મોટાભાગે કાયદા અંગેની સમજણ વધતાં અને અન્યાય સામે ચુપ ન બેસી રહેવાની હિંમત વધતાં નવી પેઢીની ઘણી પરિણીતાઓ ખુલીને પોતાના સાસરિયાઓના દહેજ તેમજ અન્ય બાબતે ત્રાસ અંગે સામે આવી રહી છે.

આવો જ એક વધુ કસ્સો અમદાવાદના વાસણામાં જાેવા મળ્યો છે. જેમાં પરિણીતાએ પતિ, સાસુ-સસરા, નણંદ અને નંણદોઈ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન બાદ પતિ સહિત તમામ લોકોએ દહેજ બાબતે મેણા ટોણા મારતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતાં હતાં. પોલીસ ફરિયાદ અનુસાર વાસણા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય પરિણીતાના ૨૦૧૬માં રાજપથ ક્લબમાં લગ્ન થયા હતા.

લગ્નમાં ૨૫ તોલા દાગીના, એક્ટિવા અને ત્રણ કિલો ચાંદી સહીતનો કરિયાવર આપ્યો હતો. જે લઈ અને ગાંધીનગર ખાતે સાસરીમાં રહેવા ગઈ હતી. બે મહિના સુધી સાસરીમાં સારી રીતે રાખ્યા બાદ સાસરી પક્ષના લોકોએ તેમના દાગીના લઈ અને લોકરમાં મૂકી દીધા હતા. સાસુ અવારનવાર નાની બાબતમાં મેણા ટોણા મારતા હતા. તને કઈ કામ આવડતું નથી.

તું ડોબા જેવી રોલી છે અને તારા માતા પિતાએ ડોબું ભટકાડી દીધું છે. કરિયાવર ઓછું લાવી છે વગેરે વગેરે રીતે માનસિક ત્રાસ આપતાં હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું. મહિલાએ પોતાની ફરિયાદમાં આગળ જણાવ્યું કે એક દિવસ નણંદના દીકરા માટે એકિટવા લઈ દૂધ લેવા જતી હતી, ત્યારે વચ્ચે ગાય આવતા નીચે પડી ગઈ હતી.

ઘૂંટણમાં ઇજા થતાં ગાંધીનગર પ્રાથમિક સારવાર આપી પરિણીતાને અમદાવાદ સારવાર માટે મોકલી આપી હતી. દોઢ મહિનો ત્યાં રહી હતી ત્યારે સાસરીવાળા ખબર કાઢવા પણ આવ્યા ન હતા. બેડ રેસ્ટ માટે ડોકટરે કહેવા છતાં સાસુ તારા નાટક છે એમ કહેતી હતી. નણંદ નજીકમાં જ રહેતા હોવાથી ઘરે આવી ચઢામણી કરતા હતા. સાસરિયાઓનો ત્રાસ વધતાં પરિણીતાએ પોતાના પિયરમાં માતા-પિતાને વાત કરી હતી.

જેથી પરિણીતાએ તેના માતા-પિતાને ઘરે બોલાવ્યા હતા ક્યાં વાતચીત કરી સમાધાન કરાવ્યું હતું પરંતુ છતાં ત્રાસ ચાલુ રહ્યો હતો. પાંચ મહિના ફરી સારું રાખ્યા બાદ તેના નોકરીના પગારની જમાં કરાવેલી એફડી તોડી પૈસા આપવા કહ્યું હતું. બાદમાં તેના સાસુ સસરા અલગ રહેવા ગયા હતા અને પરિણીતા ઉપરના માળે એકલી રહેતી હતી. ત્યારે પણ જેમ ફાવે એમ બોલી ઘર ખાલી કરી દેવા ત્રાસ આપતા અંતે કંટાળીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.