પરીણિતી ચોપરાએ ૧૮ વર્ષની ઉંમરે પહેલી કિસ કરી
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાની ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન હાલમાં જ રિલીઝ થઈ છે અને તેની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. દરમિયાન પરિણીતી ચોપરાનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેણે પોતાની પર્સનલ લાઈફ વિશેના કેટલાંક ખુલાસા કર્યા છે. આ વિડીયોમાં પરિણીતી ચોપરાએ ‘શું તમને યાદ છે’? નામની એક ચેલેન્જ સ્વીકારી છે. આ ચેલેન્જ દરમિયાન પરિણીતી ચોપરાએ પોતાની પર્સનલ લાઈફ સાથે જાેડાયેલી કેટલીક ખાસ વાતો તેના ફેન્સ સાથે શેર કરી છે.
પરિણીતી ચોપરાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે છેલ્લો મેસેજ કોને કર્યો હતો? ત્યારે જવાબમાં તેણે જણાવ્યું કે મારી મેનેજર નેહાને મેસેજ કર્યો હતો. વધુમાં પરિણીતી ચોપરાએ ૧૮ વર્ષની ઉંમરે પહેલી વખત કિસ કરી હોવાનું જણાવ્યું હતું. પરિણીતી ચોપરાએ તેની પ્રથમ ડેટ વિશે ખુલાસો કરતા જણાવ્યું કે હું ક્યારેય ડેટ પર નથી ગઈ,
અમે ઘરે મળતા હતા અને એકબીજાની સાથે સમય પસાર કરતા હતા. મૂવી જાેતા હતા અને ફૂડ ઓર્ડર કરીને સાથે જમતા હતા. પરિણીતી ચોપરાએ કહ્યું કે મારો પ્રથમ ક્રશ સૈફ અલી ખાન છે. પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. રિભુ દાસગુપ્તા દિગ્દર્શિત આ ફિલ્મમાં પરિણીતી ચોપરા સિવાય અદિતિ રાવ હૈદરી, કિર્તી કુલ્હારી, અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં છે.