પરીણિત મહિલાને સાસરિયા તરફીથી ત્રાસ અપાતા ફરિયાદ

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી નાની નાની બાબતોમાં ઘરેલુ હિંસાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પરિણીતાને પતિ, સાસુ સસરા અને નણંદ ત્રાસ આપતા નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી મહિલાનો આરોપ છે કે વર્ષ ૨૦૧૪માં તેમના લગ્ન થયા. બાદ માં બે વર્ષ બાદ જ મહિલાના સસરા એ તેને તું બહુ હાઈ ફાઈ છે.
તારે ઘર માં અમે કહીએ તેમ રહેવાનું, તારા માબાપ ને બોલાવવાના નહિ કહીને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. જો કે ત્રાસ વધી જતા મહિલા એ આ બાબતની જાણ તેના પતિ ને કરતા તેના પતિ પણ તેને ઉશ્કેરાઈ જતા હતા અને ફરિયાદીને ધમકાવી મરી જવાની ધમકી આપતા હતા.
ફરિયાદી તેના પતિ સાથે સાસુ સસરાથી અલગ રહેવા જતા ત્યાં પણ તેઓ આવી ને તેના પતિ ની ઉશ્કેરતા હતા અને કહેતા હતા કે વહુને દબાઈને રાખવી, પૈસા વાપરવા માટે આપવા નહિ. ફરિયાદીને પુત્ર નો જન્મ થતાં જ તેના સાસુ એ પોતાને પુત્રી જોઈએ છે તેમ કહી ને તેને પરેશાન કરવાનુ શરૂ કર્યું હતું. મહિલાનો આરોપ છે કે તેના પતિ એ તેને કહેલ કે તારા પિતા તાંત્રિક છે, તારા માં કંઇક ખરાબ વસ્તુ છે. આમ કહીને તેને માર માર્યો હતો.
આમ નાની નાની બાબતો માં ફરિયાદીમાં પતિ, સાસુ સસરા અને નણંદ શારીરિક અને માનસિક ત્રાસ આપતા અંતે મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં તેમની વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.