પરીવારજનો માતાને એરપોર્ટ મૂકવા ગયા તસ્કરો પાંચ લાખની મત્તા ચોરી ગયા
અમદાવાદ : ગોમતીપુરનાં વેપારી પોતાની માતાને અમદાવાદ એરપોર્ટ ખાતે મુકવા ગયા હતા. દરમિયાન બંધ ઘરનો ફાયદો ઊઠાવી તસ્કરો રૂપિયા પાંચ લાખની આસપાસની મત્તા ચોરી ગયા હતાં. સોહેબભાઈ પીર મહમંદ અંસારી મદની મહોલ્લા, નવી મસ્જીદ સામે ગોમતીપુર ખાતે રહે છે. બંને મોબાઈલની દુકાન ચલાવે છે. કેટલાંક દિવસો અગાઉ સોહેબભાઈ તથા તેમનો પરીવાર તેમની માતા હજ કરવા જતાં હોઈ તેમને મુકવા માટે એરપોર્ટ ખાતે ગયા હતા. મધરાતની ફ્લાઈટ હોઈ પરીવારજનો બીજા દિવસે વહેલી સવારે ઘરે આવીને સુઈ ગયા હતા. બાદમાં બપોરના સુમારે જાગીને જાતાં ઘરમાં કેટલોક સામાન વેર વિખેર જણાયો હતો.
ચોંકી ગયેલાં સોહેબભાઈએ વધુ તપાસ કરતાં તેમની તિજારીના તાળા તોડી અજાણ્યા શખ્સો તેમાંથી સોનાની વીંટી, કઠી, દોરો, પાયલ સહિતનાં ઘરેણાં ઊપરાંત રોકડ રકમ એક લાખ સહિત આશરે પાંચ લાખ રૂપિયાની મત્તા ચોરી ગયેલાનું જણાવ્યું હતું. આ અંગે સોહેબભાઈએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદનાં પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. સોના-ચાંદીનાં દાગીના રોકડ રૂપિયા એક લાખ સહિતની મત્તા ગઈ ઃ ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરી