Western Times News

Gujarati News

પરેશ ધાનાણીએ ગુજરાત સરકારને ‘આધુનિક તાલિબાન’ કહેતા વિવાદ ઉભો થયો

અમદાવાદ, આજે અમદાવાદમાં આવેલ સરદારધામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે નીતિન પટેલે કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પર નિશાન સાધતાં કહ્યું હતું કે તાલિબાનોને ખાલી કોંગ્રેસ જ યાદ કરી શકે. આજના દિવસે તાલિબાનને યાદ ન કરી શકાય, પરેશભાઈનાં નિવેદનને હું વખોડી કાઢું છું. ૯/૧૧ના દિને તાલિબનોને યાદ કરવાની જરૂર નથી.

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની તુલના તાલિબાન સાથે કરી હતી. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે તાલિબાન ગુજરાતની રાહ પર છે. ગુજરાતના “આધુનિક તાલિબાનો”એ તો ૨૦ વર્ષ પહેલા જ આંદોલન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ ઉપર જ અફઘાની તાલિબાનો આગળ વધી રહ્યા છે?

ધાનાણીનાં આ ટિ્‌વટ બાદ સોશ્યલ મીડિયામાં ભારે વિવાદ પણ થઈ રહ્યો છે. આ સિવાય આજે લોકાપર્ણ કરાયેલ સરદાર ધામ વિશે ધાનાણીએ કહ્યું હતું કે સુંદર મજાની સંસ્થા ગુજરાત અને દેશને અર્પણ કરવામાં આવી છે. સમાજના ૧૮ વર્ણોને તાંતણે જાેડી કામ કરે એવી અપેક્ષા સાથ ે સિંહનું કાળજું રાખો અને સાચું બોલોને સંસ્થા વળગી રહે એ જરૂરી છે. સરદારધામ સરદારના સિદ્ધાંતોને આગળ ધપાવે એવી આશા.

સરદાર ધામ વિશે નીતિન પટેલે કહ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ચરિતાર્થ થતુ દેખાય છે અને સરદાર ધામે સમાજનો સાથ મેળવ્યો છે. પાટીદાર સમાજ ક્યારેય સંકુચિત નથી થયો અને અત્યારે સરદારધામમાં ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દરેક સમાજની તંદુરસ્ત હરિફાઈ શરૂ થઈ છે.

રાજ્યમાં પાટીદારોનાં અનામતનો મુદ્દો પણ ગરમાઈ રહ્યો છે ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે ભારત સરકારે પાર્લામેન્ટમાં કાયદો પસાર કર્યો છે કે જેમા રાજ્યો ઓબીસી જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જાે ઓબીસીમાં જાેડાવા પાત્ર હશે ત્યારે સર્વે થશે, જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો તેનો નિયમ મુજબ સર્વે થશે. અત્યારે કોઈપણ જ્ઞાતિની ઓબીસીમાં જાેડાવાની માંગ આવી નથી.

ગુજરાત રાજ્યમાં ફોર્ડ કંપનીએ ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે સફાઇ આપતા કહ્યું કે ફોર્ડ કંપની સંપૂર્ણ કામ બંધ નહીં કરે, ગુજરાતમાં એન્જીન બનાવવાનું કામ ચાલુ રાખશે. ફોર્ડનાં યુનિટમાં બીજી કોઈ કંપની પોતાનું કામ શરૂ કરી દે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.