Western Times News

Gujarati News

પરેશ ધાનાણીએ માલપુરમાં બળદગાડા સાથે રેલી યોજી મોંઘવારી સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો

મૃતક જીવદયા પ્રેમી પરીવારને ચેક આપ્યો

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી થી ગરીબ અને જરૂરીયાતમંદ તેમજ મધ્યમવર્ગીય પરીવારોની હાલત કફોડી બની છે પેટ્રોલ,ડીઝલ અને રાંધણ ગેસમાં કમ્મરતોડ ભાવ વધારાના પગલે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમીતી તાલુકા મથકે ભાવ વધારો પરત ખેંચવા વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે માલપુર નગરમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી,મધુસુદન મીસ્ત્રીની આગેવાની હેઠળ બળદગાડું, ઉંટલારી અને સાયકલ ચલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મોડાસા-ગોધરા રોડ ચક્કાજામ થતા પોલીસ દોડી આવી વીપક્ષ નેતા સહીત કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી કોંગ્રેસની રેલીમાં સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા

પેટ્રોલ  ડીઝલના ભાવ વધારાના કારણે ઉભી થયેલી મોંઘવારીના કારણે હવે કોંગ્રેસ મેદાને આવી છે.અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.પરેશ ધાનાણીએ બળદગાડું હાઇવે પર  ચલાવ્યું હતું.મોડાસા-ગોધરા સ્ટેટ હાઇવે પર  કોંગ્રેસ બળદગાડું,ઘોડા,ઊંટલારી,સાયકલ સાથે રેલી કાઢી હતી.પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે હાઇવે પર રકઝક સર્જાઈ હતી.

પરેશ ધાનાણીએ લોકશાહીના હનનનો આક્ષેપ લાગયો હતો સાથે કહ્યું કે ગુજરાતમાં મોંઘવારી સામે વિરોધને ઉગ્ર બનાવવા માલપુરમાંથી પાયો નાખી ગુજરાતભરમાં લોકોને જાગૃત  કરીશું.પોલીસે પરેશ ધાનાણી સહીત 50 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.માલપુરના કોંગી ધારાસભ જશુભાઈ પટેલ અને મોડાસાના કોંગી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહીત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પણ અટકાયત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.