પરેશ રાવલ, ફરહાન, મૃણાલ ઠાકુર એ અમદાવાદ સાથે તુફાનની વર્ચ્યુઅલ સિટી ટુર શરૂ કરી
અમદાવાદ, એમેઝોન પ્રાઇમ વિડિયો ઉપર તુફાનના લોંચ પહેલાં પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા સહિત તુફાનની ટીમે અમદાવાદ સાથે વર્ચ્યુઅલ સિટી ટુરની શરૂઆત કરી હતી. પોતાના પ્રકારની પ્રથમ વર્ચ્યુઅલ ટુરમાં તેઓ મીડિયા, ચાહકો તેમજ વિવિધ હીરો સાથે ચર્ચા કરતાં જોવા મળશે.
ફિલ્મના મુખ્ય અભિનેતા અને કો-પ્રોડ્યુસર ફરહાન અખ્તરે તુફાન માટે તેમની પ્રથમ વર્ચ્યુઅલ સિટી વિઝિટ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતના બીજા રાજ્યોની માફક ગુજરાત સમૃદ્ધ સંસ્કૃતિ અને પ્રેરણાદાયી વાર્તાઓની જમીન છે. તે દેશના કેટલાંક મહાન રમતવીરોનું ઘર છે અને તેમના યોગદાનથી આપણને ગર્વ અપાવે છે.
એક પ્રોડ્યુસર અને એક્ટર તરીકે મને અમદાવાદના સ્થાનિક મીડિયા સાથે ચર્ચા કરવાની તક મળવા અંગે હું ખુશ છું, જેનાથી હું તેમને તુફાનની પાવરફુલ અને પ્રેરણાદાયી સ્ટોરી અંગે જાણકારી આપી શક્યો છું. આ વર્ષોમાં રાજ્ય તરફથી મળેલા પ્રેમ અને સહયોગને જોવો આનંદ આપે છે.
તેમણે ઉમેર્યું હતું કે, તુફાન સાથે મેં શીખ્યું છે કે એક વ્યક્તિ શારીરિક રીતે ગમે તેટલો મજબૂત હોય, પરંતુ બોક્સર હોવું કંઇક અલગ જ વાત છે. મેં 8થી9 મહિના સખત શારીરિક તાલીમ લીધી છે અને આ ભૂમિકા માટે માનસિક રીતે સજ્જ બન્યો છું. આ ભૂમિકા મારા હ્રદયની ખૂબજ નજીક છે.
એમેઝોન પ્રાઇમ વિડિયો દ્વારા એક્સલ એન્ટરટેઇનમેન્ટ અને આરઓએમપી પિક્ચર્સ સાથે પ્રસ્તુત તુફાન એક પ્રેરણાદાયી સ્પોર્ટ્સ ડ્રામા છે, જેને રિતેશ સિધવાની, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે. 16 જુલાઇ, 2021થી 240 દેશો અને પ્રદેશોમાં એમેઝોન પ્રાઇમ વિડિયો ઉપર તેનું પ્રીમિયર થશે.