પર્યટકોના સૌથી પસંદગીના ૧૦ શહેરોમાં ભારતના ચાર

મુંબઇ, એશિયાના ટોચના ૧૦ પર્યટક સ્થળોમાં ચાર ભારતીય શહેર આગ્રા,અમદાવાદ,કોચ્ચી અને પણજી સામેલ થયા છે.આ વૈશ્વિક સર્વેક્ષણ અંતિમ સમય પર કોઇ લગ્ઝરી સ્થળ માટે બુકીંગ પર આધારિત છે.
ઓનલાઇન હોટલ સર્ચ સાઇટ ટ્રિવાગોના સર્વેક્ષણમાં એશિયાના ૧૦ લગ્ઝરી પરંતુ યોગ્ય મૂલ્યવાળા સ્થળોમાં ચાર ભારતીય શહેરોને સ્થાન મળ્યું છે.આ આંકડા યુરોપ,ઉત્તર અને મધ્ય અમેરિકા,દક્ષિણ અમેરિકા, ઔશનિયા દક્ષિણપૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા અને આફ્રકીથી એકત્રિત કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશનું આગ્રા શહેર આ યાદીમાં બીજા નંબર પર છે અહીં એક રાત રોકાવાનો સરેરાશ ખર્ચ ૫,૨૨૦ રૂપિયા છે.ગુજરાતના અમદાવાજ ૫,૨૭૫ રૂપિયાના ખર્ચ સાથે યાદીમાં ત્રીજા નંબરે છે.એક રાતના ૫,૬૬૦ રૂપિયા રોકાવવાના ખર્ચ સાથે કોચ્ચી સાતમાં સ્થાન પર છે. ૫,૬૭૩ રૂપિયાના ખર્ચની સાથે ગોવા આઠમા સ્થાન પર છે.
ટ્રિવાગોના ભારતમાં પ્રતિનિધિ અભિનવ કુમારે જણાવ્યું હતું કે એરલાઇન્સ કંપનીઓ વચ્ચે તાજેતરમાં ભાડા યુધ્ધથી ભારતીય યાત્રીઓને દેશ અથવા દેશની બહાર રજાઓ ગાળવાની સારી તક મળી છે.પણજી અને કોચ્ચીની મુખ્ય પાંચ સિતારા હોટલોનું મૂલ્ય આ સમયે ખુબ અનુકુળ છે. સર્વેક્ષણમાં ચીનના જુહાઇ શહેર આ યાદીમાં ટોચ પર છે.HS