Western Times News

Gujarati News

પર્યાવરણના દુશ્મનો મૃત મરઘાં જમીનમાં દફનાવવાને બદલે ઢાઢર નદીમાં ફેંકી જતાં રોગચાળાનો ભય.

આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધ્યું.

આમોદના વન વિભાગે મગરોની વધતી જતી સંખ્યાને લઈને સાવચેતીના ભાગ રૂપે અગાઉ થી જ બોર્ડ લગાવ્યું છે.

(વિરલ રાણા) ભરૂચ,આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધી જતાં નદીની આસપાસ ખેતી કરતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો.નદીમાં મગરો જોવા માટે વાહનચાલકો ઢાઢર નદીના બ્રીજ ઉપર જ પોતાના વાહનો થંભાવી દઈ મગરો ને કુતૂહલવશ જોવા માટે ઉભા રહી જતા ટ્રાફિક જમણી સમસ્યા પણ સર્જાઈ રહી છે.

તેમજ ક્યારેક અકસ્માત થવાની પણ સંભાવના દેખાઈ રહી છે.આજરોજ ઢાઢર નદીમાં અચાનક અસંખ્ય મગરો જોવા મળતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉભા રહી ગયા હતા.ત્યારે જાણવા મળ્યું કે આસપાસના પોલ્ટ્રી ફાર્મના સંચાલકો રોગીષ્ઠ થઈ ગયેલી દુર્ગંધ મારતી મૃત મરઘીઓને ઢાઢર નદીમાં ફેંકી જતા મગરો તેનું ભક્ષણ કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.આમોદના વન વિભાગે મગરોની સંખ્યાને ધ્યાનમાં લઈ અગાઉ થી જ મગરોથી સાવચેત રહેવા માટે બોર્ડ લગાવ્યું છે.અનુસુચિત મોરચાના જીલ્લા ભાજપ પ્રમુખે મૃત મરઘાં નાખી જતાં પ્રદુષણ દુશ્મનો સામે ફરિયાદ કરવાની તજવીજ હાથધરી.

ભરૂચથી જંબુસર તરફ જતા ભરૂચ જ8લ્લા અનુસુચિત મોરચાના પ્રમુખ ચંદ્રનકાન્ત જંબુસરિયાએ જણાવ્યું હતું કે ઢાઢ ર નદીમાં મોટી સંખ્યામાં મગરો છે.જેને જોવા માટે લોકો બ્રીજ ઉપર ઉભા રહી જાય છે.અહીંયા નદીમાં પર્યાવરણ દુશ્મનો મૃત મરઘાં નાખી જાય છે.જેનો જમીનમાં દાટીને નાશ કરવાનો હોય છે.

એક તરફ સરકાર તેમજ વહીવટી તંત્ર પણ પર્યાવરણ બચાવવા માટે પ્રયાસો કરી રહી છે.મૃત મરઘાંનો નદીમાં નાખતા રોગચાળો પણ ફેલાવાની શક્યતા રહેલી છે.જેથી લાગતા વળગતા વિભાગે આ પર્યાવરણ દુશ્મનો સામે કાર્યવાહી કરવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.