પર્યાવરણને અનુકૂળ લાકડાનો ઉપયોગ કરીને બનાવેલા FJEG બોર્ડથી જંગલોનું રક્ષણ થશે
કેનેડિયન વૂડે ‘એન્જિનીયર્ડ વૂડ ઉત્પાદનો’ પર કેન્દ્રિત લેટેસ્ટ વેબિનારનું આયોજન કર્યું -વૂડ ઇનોવેશન્સ – શું નવું છે, હવે પછી શુંની સીરિઝમાં આ ત્રીજો વેબિનાર છે
વેબિનારમાં કેનેડિયન વૂડ સાથે ભારતમાં બનેલા ઉચ્ચ-ગુણવત્તાયુક્ત એફજેઇજી બોર્ડની નવી રેન્જ પણ પ્રસ્તુત થઈ અને વિવિધ ઉપયોગિતા માટે એની અનુકૂળતા જણાવવામાં આવી
મુંબઈ, વિવિધ ઉપયોગિતાઓમાં વૂડને સામેલ કરવાના ફાયદા વિશે જાગૃતિ લાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે કેનેડિયન વૂડની વૂડ ઇનોવેશન્સ સીરિઝમાં વૂડના ઉપયોગના ક્ષેત્રમાં શું નવું છે અને હવે પછી શું એ વિશે ચર્ચા થઈ રહી છે. આ સીરિઝ સફળતાપૂર્વક ચાલી રહી છે,
જેના વર્ચ્યુઅલ સેશન્સમાં ભારતમાં કેટલાંક પ્રતિષ્ઠિત વૂડવર્કિંગ નિષ્ણાતો વિવિધ જાણકારીઓ આપી રહ્યાં છે. આ સેશન્સમાં ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે. વૂડ ઇનોવેશન સીરિઝના ભાગરૂપે કેનેડિયન વૂડે તાજેતરમાં ‘એન્જિનીયર્ડ વૂડ પ્રોડક્ટ્સ’ પર કેન્દ્રિત ત્રીજા વેબિનારનું આયોજન કર્યું હતું.
એન્જિનીયર્ડ વૂડ પ્રોડક્ટ્સ વૂડની કુદરતી ક્ષમતા અને ગુણોનો મહત્તમ ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરેલા છે. આ ઉત્પાદનો તમામ પરિમાણો પર સ્થિરતા ધરાવે છે, માળખાને શ્રેષ્ઠ મજબૂતી આપે છે અને સાથે સાથે પર્યાવરણને અનુકૂળ અને વાજબી ખર્ચ ધરાવતા સમાધાનો પણ છે.
એન્જિનીયર્ડ વૂડ પ્રોડક્ટ્સ વેબિનારમાં પ્રતિષ્ઠિત મહેમાનો અને સ્પીકર્સ હતા – પુનિત પટેલ (નવ નિર્માણ ઇન્ડસ્ટ્રીઝ, હૈદરાબાદ) અને પી વી હરિદાસન (કેરળ સ્ટેટ રબર કો-ઓપેરટિવ લિમિટેડ, કન્નૂર), જેમણે વિવિધ ઉદ્દેશો માટે એન્જિનીયર્ડ વૂડ ઉત્પાદનોના ફાયદા સૂચવવા ઉપરાંત તેમનાં વિશિષ્ટ અનુભવો અને ટેકનિકલ કુશળતા વિશે જાણકારી આપી હતી.
ઉપરાંત પીટર બ્રાડફિલ્ડ (ટેકનિકલ સલાહકાર, કેનેડિયન વૂડ)એ પણ તાજેતરમાં સફળ – એફજેઇજી બોર્ડ્સ વિશે જાણકારી આપી હતી, જે બ્રિટિશ કોલંબિયામાંથી પર્યાવરણને અનુકૂળ લાકડાના પ્રકારમાંથી બનાવ્યાં આવ્યાં છે. તેમણે અન્ય એન્જિનીયર્ડ કેનેડિયન વૂડ ઉત્પાદનો પ્રદર્શિત કરવા ઉપરાંત વિવિધ ઉપયોગિતા માટે તેમની અનુકૂળતા પણ પ્રદર્શિત કરી હતી.
આ વેબિનારમાં કેનેડિયન વૂડના કન્ટ્રી ડાયરેક્ટર શ્રી પ્રણેશ છિબરે કહ્યું હતું કે, “ભારતીય વૂડ બજારમાં મોટા પાયે વૂડનો ઉપયોગ થતો નહોતો, કારણ કે બજાર અતિ અસંગઠિત છે, જે સૌથી મોટો પડકાર છે. આ વેબિનારનું આયોજન કરવા પાછળનો વિચાર એન્જિનીયર્ડ પેનલ્સની ચર્ચા કરવાનો અને બજારના પડકારોનું સમાધાન કરવાનો હતો.
બ્રિટિશ કોલંબિયાના જંગલોમાંથી પર્યાવરણને અનુકૂળ પ્રાપ્ત વૂડની આંતરરાષ્ટ્રીય પ્રદાતા કંપની તરીકે અમે અદ્યતન આર્કિટેક્ચરલ પ્રેક્ટિસનું મૂલ્ય વધારવા અને બિલ્ડરોને વૂડનો ઉપયોગ કરીને ઇનોવેટિવ સ્પેસ ઊભી કરવા ટેકો આપવા આતુર છીએ, જે પર્યાવરણને અનુકૂળ છે અને પાવરફૂલ બિલ્ડિંગ સામગ્રી છે.
ભારતીય વૂડવર્કિંગ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને અમે વિવિધ માળખાગત અને ડિઝાઇન જરૂરિયાતો માટે એન્જિનીયર્ડ વૂડ ઉત્પાદનો માટેની માગમાં વધારો જોઈએ છીએ. બજારમાં માગ હોવા છતાં વૂડન ઉત્પાદનોના એન્જિનીયરિંગ વિશે ટેકનિકલ જાણકારીનો અભાવ છે.
આ જાણકારી વધારવા અને અમારા વૂડવર્કિંગ વ્યવસાયિકોને વધારે જાણકાર બનાવવા અમે એજિનીયર્ડ વૂડ ઉત્પાદનો પર આ વેબિનારનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ વધારે જાગૃતિ લાવવાનો હતો. અમને આશા છે કે, આ સેશન લાભદાયક રહ્યું છે, કારણ કે અમે ભવિષ્યમાં આ પ્રકારનાં ઘણા માહિતીપ્રદ વેબિનારોનું આયોજન ચાલુ રાખીશું.”
આ વેબિનારમાં રુબકો (કેરળ સ્ટેટ રબર કો-ઓપરેટિવ લિમિટેડ)ના મેનેજિંગ ડાયરેક્ટર પી વી હરિદાસને કહ્યું હતું કે, “અત્યારે બજારમાં ઘણી તક છે અને વૂડ ફર્નિંચર માટેની માગ વર્ષોથી વધી રહી છે, જે માટે શહેરીકરણ અને ગ્રાહકની આવકની સંભાવનાઓમાં વધારો જવાબદાર છે.
કેનેડિયન વૂડ સાથે અમે વૂડ સાથે કામ કરવાના કેટલાંક શ્રેષ્ઠ અનુભવો ધરાવીએ છીએ, કારણ કે આ પ્લાનિંગ, સૉઇંગ જેવા મશીનો સાથે કામ કરવામાં સરળ છે તથા ઉત્પાદનોને મુલાયમ ફિનિશિંગ આપે છે. જ્યારે કેનેડિયન વૂડના પ્રકારોને સામેલ કરવામં આવે છે, ડી3 ગ્લુનો ઉપયોગ કરીને મજબૂત ફિગર જોઇન્ટ બનવાની સાથે પ્લાન પીસ પર ફિંગર જોઇન્ટ્સ સરળતાપૂર્વક કટ થઈ ગયા હતા.
અમે અનુભવ્યું છે કે, કેનેડિયન વૂડના ઉત્પાદનો પોલીવિનાયલ એસિટેટના ગ્લુ સાથે ગ્લુઇંગ માટે અનુકૂળ છે અને આ સ્ટ્રિંગ ગ્લુ જોઇન્ટ બનાવવા કઠણ છે. ઉપરાંત બોર્ડ પહોળા બેલ્ટ સેન્ડરમાં સરળતાપૂર્વક સેન્ડ કરી શકાય છે, જેથી અમારા ગુણવત્તાના માપદંડો પૂર્ણ થાય છે.”
તેમણે ફર્નિચરના ઉપયોગ વિશે ઉમેર્યું હતું કે, “તાજેતરમાં અમે વોર્ડરોબ, ટેબલ, ખુરશીઓ વગેરે વેસ્ટર્ન હેમલોક બોર્ડમાંથી બનાવ્યાં છે. જ્યારે કેનેડિયન વૂડનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યાં, ત્યારે તેમના મોર્ટાઇઝ અને ટેનન જોઇન્ટ્સ અતિ મજબૂત જણાયા હતા. સ્ક્રૂ હોલ્ડિંગ ક્ષમતા ઘણી સારી હતી અને પ્રોડક્ટનું ફિનિશિંગ પોલીયુરેથિન લેક્વેર્સ સાથે ફિનિશિંગ કરવાની સુવિધા મળી હતી, જે રબર વૂડ જેવું ફિનિશિંગ આપે છે.”
આ સેશનને આગળ વધારતા નવ નિર્માણ ઇન્ડસ્ટ્રીઝ, હૈદરાબાદના પુનીત પટેલે કહ્યું હતું કે, “એફજેઇજી બોર્ડ એન્જિનીયર્ડ ઉત્પાદન છે અને વિવિધ પ્રકારની ઉપયોગિતા માટે તૈયાર બિલ્ડિંગ સામગ્રી છે. વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, પર્યાવરણને અનુકૂળ લાકડાનો ઉપયોગ કરીને બનાવેલા એફજેઇજી બોર્ડથી અમે જંગલોનું રક્ષણ કરી શકીએ. એનાથી અન્ય પેનલ ઉત્પાદનોની સરખામણીમાં ફોર્માલ્ડીહાઇડનું ઓછું ઉત્સર્જન થશે.
ઉપરાંત આ અતિ ફ્લેક્સિબલ છે, જે ઉપયોગિતામાં સરળતા વધારે છે અને વધારે શ્રેષ્ઠ સ્થિરતા આપે છે. એને પ્લાયવૂડની સરખામણીમાં વિવિધ ઉપયોગિતા સાથે કસ્ટમાઇઝ પણ કરી શકાશે, જેમ કે થિક સોલિડ વૂડ સેક્શન. એફજેઇજી બોર્ડનો ઉપયોગ ડોર શટર્સ, ફર્નિચર, કિચન અને વોલ કેબિનેટ બનાવવા તથા ફ્લોરિંગ, સીલિંગ, પેનલિંગ અને ડોર ફ્રેમ માટે થઈ શકે છે, જે નવો ટ્રેન્ડ છે.”
તેમણે કેનેડિયન વૂડ સાથે જોડાણ પર ઉમેર્યું હતું કે, “અમારું જોડાણ વર્ષ 2016માં શરૂ થયું હતું. અમે અમારા ઉત્પાદનો માટે સ્પ્રૂસ-પાઇન-ફર (એસપીએફ)નો ઉપયોગ શરૂ કર્યો હતો અને કેનેડિયન વૂડનો ઉપયોગ કરવાનો લાભદાયક અનુભવ મેળવ્યો હતો. પછી અમે 45એમએમ બોર્ડ બનાવવા માટે વેસ્ટર્ન હેમ્લોકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમને એ જણાવતા ખુશી છે કે, આજે કેનેડિયન વૂડમાંથી બનેલા બોર્ડ અમારા મુખ્ય ઉત્પાદનો છે.”
અહીં વેબિનાર જુઓઃ https://www.youtube.com/watch?v=tW40f0Fdns8