પલાણા ખાતે ધામ ધૂમથી કિશાન ડે ઉજવવામાં આવ્યો

૨૩ ડિસેમ્બર ” કિસાન ડે “તરીકે ભારતભર માં ઉજવાય છે. વિઝન ચાઇલ્ડ કેર પલાણા ખાતે ખૂબ ધામ ધૂમથી કિશાન ડે ઉજવવામાં આવ્યો . લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ખેડૂતના પોષાક માં આવેલ. ડાયરેક્ટર હિનાબેન પટેલ એ ખેડૂતો નું દરેકના જીવનમાં અને ભારતના આર્થિક વિકાસમાં ખેડૂતોનું મહત્વ સમજાવ્યું .
જગતનો તાત અન્નદાતા ખેડૂત ની ભૂમિકા વિશે દરેક બાળકે અભિનય સહ વક્તવ્ય આપ્યું. શિક્ષણ ની સાથે સાથે બાળકોમાં દરેક ભારતીય નાગરિક નું સન્માન જળવાય તે હેતુ વિઝન ચાઇલ્ડ કેર પલાણાનો હંમેશા રહ્યો છે. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)