પવનદીપ અને અરુણિતાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ના વિનર પવનદીપ રાજન અને રનર અપ અરુણિતા કાંજીલાલે શો થકી બહોળો ચાહક વર્ગ ઉભો કરી લીધો છે. શો દરમિયાન જાેવા મળેલી બંનેની કેમેસ્ટ્રી ઉડીને આંખે વળગે તેવી હતી. સ્ટેજ પર જ્યારે તેઓ સાથે પર્ફોર્મન્સ આપતા હતા ત્યારે પણ છવાઈ જતા હતા. ગ્રાન્ડ ફિનાલેના કેટલાક અઠવાડિયા બાદ, પવનદીપ અને અરુણિતાએ અદ્દભુત ડાન્સ પર્ફોર્મન્સથી ફરી એકવાર ફેન્સના દિલ જીતી લીધા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, બંને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શેરશાહ’ના ટ્રેન્ડિંગ સોન્ગ ‘રાતા લંબિયા’ પર ડાન્સ કરી રહ્યા છે. ઈન્ડિયન આઈડલના આ એક્સ-કન્ટેસ્ટન્ટ્સે ડાન્સ વીડિયોમાં ફરી એકવાર તેમની રોમેન્ટિ કેમેસ્ટ્રીની ઝલક આપી છે અને તેઓ સાથે સુંદર પણ લાગી રહ્યા છે.
સ્ટેજ પર આમ તો પોપ્યુલર સોન્ગ પર પર્ફોર્મન્સ આપતી વખતે બંને તૈયાર થયેલા જાેવ મળ્યા હતા, પરંતુ આ વખતે તેઓ કેઝ્યુઅલ ડ્રેસમાં પણ સારા લાગી રહ્યા છે. અરુણિતાએ કાળા કલરન કૂર્તો અને મેચિંગ લેગિંગ પહેરી છે, જ્યારે પવનદીપ ડેનિમ જેકેટ અને જીન્સમાં કૂલ લાગી રહ્યો છે. બંનેનો આ ડાન્સ ફેન્સને પણ પસંદ આવ્યો છે અને તેઓ વખાણ કરી રહ્યા છે.
ગત અઠવાડિયાની શરુઆતમાં પવનદીપ ત્યારે સમાચારમાં છવાયો હતો જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેને ઉત્તરાખંડના કળા, સંસ્કૃતિ અને પર્યટન વિભાગનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી. પવનદીપે મુખ્યમંત્રી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ મુલાકાતની તસવીરો ટિ્વટર પર શેર કરી હતી અને લખ્યું હતું ‘સંગીતની દુનિયામાં દેવભૂમિનું માન વધારનારા પવનદીપ રાજનને અમારી સરકારે કળા, પર્યટન અને સંસ્કૃતિમાં ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો ર્નિણય લીધો છે.
પવનદીપ રાજને સામાન્ય સ્થિતિમાંથી ઊભા થઈને પોતાની પ્રતિભાથી દેશ-દુનિયામાં પ્રદેશનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ૧૫મી ઓગસ્ટે યોજાયેલા ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલેમાં પવનદીપ રાજનને વિનર જાહેર કરવામાં આવ્યો હતો. તેને ટ્રોફીની સાથે-સાથે ૨૫ લાખની ઈનામી રકમ અને મારુતિ સુઝુકી કાર મળી હતી. તો અરુણિતા ફર્સ્ટ રનર અપ બની હતી.SSS