પવનદીપ અને રાઘવ જુયાલનું વતનમાં સન્માન થયું

મુંબઈ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમના નિવાસસ્થાન પર એટલે કે દેહરાદુનમાં લોક સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સંધ્યા કાર્યક્રમમાં દેશભરમાં ઉત્તરાખંડનું નામ રોશન કરનાર ઈન્ડિયન આઈડલ ૧૨ના વિનર પવનદીપ રાજન અને પોપ્યુલર કોરિયોગ્રાફર રાઘવ જુયાલે પણ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાંથી બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક ફેન પેજે પવનદીપ રાજન અને રાઘવ જુયાલ મુખ્યમંત્રીને મળી રહ્યા હોય તેવી તસવીરો શેર કરી છે. જેમાં બંને સીએમ સાથે વાતો કરતાં જાેવા મળી રહ્યા છે.
પવનદીપ રાજન અને રાઘવ જુયાલના ઢગલો ફેન્સ છે. તેવામાં તેમને મળવાની તક મળે તો કેવી રીતે જતી કરે. કાર્યક્રમમાં પવનદીપ અને રાઘવને મળવા માટે ફેન્સે પડાપડી કરી હતી અને સેલ્ફી લીધી હતી.
લોક સંધ્યા’ કાર્યક્રમમાં પવનદીપ અને રાઘવે જુગલબંધી પણ કરી હતી. તેનો વીડિયો પણ ફેન પેજે શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે પવનદીપ ‘કબીર સિંહ’નું સોન્ગ ‘કેસે હુઆ તું ઈતના જરૂરી’ સોન્ગ ગાઈ રહ્યો છે જ્યારે રાઘવ જુયાલ તેના પર ડાન્સ કરી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પવનદીપ રાજન અને રાઘવ જુયાલનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પવનદીપે દુનિયામાં ઉત્તરાખંડને ઓળખ અપાવી છે. જીવનમાં દરેક વ્યક્તિએ અનુશાસનનું ધ્યાન રાખવું જાેઈએ.
પવનદીપને આ સંસ્કાર પરિવાર તરફથી મળ્યા છે. બુધવારે પવનદીપ અને રાઘવ જ્યારે કાર્યક્રમમાં જઈ રહ્યા હતા તે સમયનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો.
બંનેએ કારમાં મસ્તી પણ કરી હતી. રાઘવ જુયાલના માતા-પિતા ઉત્તરાખંડમાં રહે છે. રાઘલ જુયાલ કાર્યક્રમમાં પહોંચ્યો ત્યારે તેના પરિવારના સભ્યો પહેલાથી જ ત્યાં ઉપસ્થિત હતા. રાઘવે એક વીડિયો શેર કર્યો હતો તેમાં તેના મમ્મી-પપ્પા જાેવા મળ્યા હતા. આ સિવાય પવનદીપે પણ રાઘવના મમ્મી-પપ્પા સાથે ફોટો પડાવ્યો હતો.SSS