પવનદીપ અરુણિતા કાંજીલાલને પોતાના વતન લઈ ગયો
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ પૂરું થયા પછી શોનો વિજેતા પવનદીપ અને ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલ વિવિધ પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયા છે. પવનદીપ અને અરુણિતા મ્યૂઝિકલ સીરીઝમાં સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત હાલ તો તેઓ ઋષિકેશમાં છે.
ગત અઠવાડિયે જ પવનદીપ અને અરુણિતા મ્યૂઝિક કોન્સર્ટ માટે ઋષિકેશ પહોંચ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર પવનદીપ અને અરુણિતાની પહાડી ટ્રીપની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
પહાડી વિસ્તારની સુંદર વાદીઓના નજારા બતાવાની સાથે પવનદીપ અરુણિતાને ત્યાંના પોપ્યુલર ગીતોથી માહિતગાર કરી રહ્યો છે. કામની સાથે-સાથે પવનદીપ અને અરુણિતા ફરવાનો આનંદ પણ લઈ રહ્યા છે. પવનદીપ-અરુણિતાની ટ્રીપનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં પવનદીપ અને અરુણિતા ટ્રીપમાં કેટલી મજા આવી રહી છે તેની વાતો કરતાં જાેવા મળે છે.
વિડીયોમાં પવનદીપ કહે છે, “હું તો પહાડી વિસ્તારનો જ છું, તને અહીં આવીને કેવું લાગે છે અરુણિતા?” જવાબમાં તેણી કહે છે, “આ સુંદર વાતાવરણ જાેઈને હું ઉત્સાહિત છું. શહેરની ભીડભાડથી દૂર અહીં આવીને સારું લાગે છે.
બીજા એક વિડીયો કોન્સર્ટનો છે, જેમાં પવનદીપ અને અરુણિતા ‘ગાતા રહે મેરા દિલ’ ગીત ગાતા સંભળાય છે. અત્યાર સુધી જે પવનદીપ અને અરુણિતાને માત્ર ટીવીમાં ગાતા સાંભળ્યા હતા તેમને પ્રત્યક્ષ સાંભળીને શ્રોતાઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. આ સિવાય પવનદીપ કેશિયો વગાડીને ‘સજના વે’ ગીત ગાતો સંભળાય છે.
પવનદીપ અને અરુણિતાના કંઠે ગવાયેલા વિવિધ ગીતો સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. કોન્સર્ટ પૂરો થયા બાદ અરુણિતા અને પવનદીપે મિત્રો સાથે મહેફિલ જમાવી હશે તેવું લાગી રહ્યું છે. ફેનપેજ પર વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કલાકાર હેંગ ડ્રમ વગાડી રહ્યો છે અને પવનદીપ ગીત ગાઈ રહ્યો છે.
અરુણિતા પવનદીપના ગીતને સાંભળવાની સાથે પોતાના વાળ સાથે રમતી જાેવા મળે છે. આ સિવાય બીજી કેટલીક તસવીર સામે આવી છે જેમાં અરુણિતા કાંજીલાલ અને પવનદીપ નીચે બેસીને જમતાં જાેવા મળે છે. આ જાેતાં અંદાજાે લગાવી શકાય છે કે પવનદીપે અરુણિતાને પહાડી વાનગીઓનો સ્વાદ ચખાડ્યો હશે!SSS