પવનદીપ, અરુણિતા, સાયલી, દાનિશ બે મહિના લંડનમાં રહેશે
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ ખતમ થયા બાદ પણ તેનો ક્રેઝ યથાવત્ છે. રિયાલિટી શોના ફાઈનાલિસ્ટ્સને મ્યૂઝિક પ્રોજેક્ટ તો મળ્યા જ છે સાથે તેમને વિદેશમાં લાઈવ કોન્સર્ટ કરવાની તક પણ મળી છે. પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, મહોમ્મદ દાનિશ અને સાયલી કાંબલે એમ ચારેય લંડનમાં મ્યૂઝિક ટૂર કરવાના છે, તેઓ આગામી બે મહિના માટે લંડનમાં જ રહેશે.
પવનદીપ, અરુણિતા, દાનિશ અને સાયલી કાંબલે લંડન માટે ફ્લાઈટ પકડીને ઉપડી ગયા છે. લંડન જતા પહેલા એરપોર્ટ પર ચારેયે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને ઉત્સુકતા દર્શાવી હતી. દાનિશે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સાયલી, પવનદીપ અને અરુણિતા સાથેની સેલ્ફી શેર કરી હતી અને લખ્યું હતું ‘ચલો લંડન.
સાયલી કાંબલે પહેલીવાર વિદેશ જઈ રહી હોવાથી તેનો બોયફ્રેન્ડ ધવલ પણ ઉત્સાહિત જાેવા મળ્યો હતો. તે સાયલીને એરપોર્ટ મૂકવા આવ્યો હતો અને તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં સાયલી એરપોર્ટની અંદર પ્રવેશતી જાેવા મળી હતી.
બેકગ્રાઉન્ડમાં ‘ચક દે ઈન્ડિયાનું સોન્ગ બાદલ પે પાંવ હૈ વાગી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન આઈડલ ૧૨ દરમિયાન સાયલી કાંબલેનું નામ તેના કો-કન્ટેસ્ટન્ટ નિહાલ સાથે જાેડાયું હતું દર્શકોને બંનેની કેમેસ્ટ્રી પણ ગમતી હતી. જાે કે, બંને માત્ર મિત્રો હોવાનું કહેતા રહ્યા હતા.
સપ્ટેમ્બર મહિનામાં સાયલી કાંબલેએ બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. તસવીરના સાથે તેણે પ્રેમની કબૂલાત પણ કરી હતી.SSS