પવનની દિશા બદલાતા શહેરીજનોને ઠંડીમાં ગરમીનો અહેસાસ

File Photo
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, મકરસંક્રાંતિ પર્વ પૂર્ણ થતાંજ સાધારણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સવારે ઠંડી અને બપોર થતાં જ સ્વેટરમાં ગરમી લાગવાનો પ્રારંભ થતાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં છેેલ્લા બે દિવસથી પારો ઉંચકાયો છે. એટલે કાતિલ ઠંડી પડી રહી હતી એ એકંદરે ઓછી થઈ ગઈ છે.
બે-ત્રણ દિવસ પારો ઉંચકાશે પરિણામે ઠંડી ઘટશે પણ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી માવઠુ થશે તો આવતા અઠવાડીયે કાતિલ ઠંડી માટે તૈયાર રહેવુ પડે એવી શક્યતાઓ છે. આમેય, જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માં ઠંડી-ગરમીવાળુ મિશ્ર વાતાવરણ ગુજરાતમાં જાેવા મળે છે. પાછલા દિવસોમાં વાતાવરણમાં થતાં ફેરફારથી વાયરલ ઈન્ફેકશનના કેસ વધ્યા છે. ડોકટરોને ત્યાં દર્દીઓની કતાર જાેવા મળી રહી છે.
હવે પાછુ માવઠુ થશે તો ખેતીને પણ નુકશાન થશે સાથે સાથે માંદગીના ખાટલા- વધી જશે. માવઠુ થયા પછી થોડા દિવસ પહેલાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. કાશ્મીર ઉતરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાની સાથે ક્યાંક વરસાદ પડી રહ્યો છે તેથી ઠંડીથી હાલની પરિસ્થિતિમાં છૂટકારો મળી શકે એમ નથી.
પણ પવનની દિશા બદલાતા મેદાની રાજ્યો તરફથી ફૂૃંકાતા પવનો બંધ થયા છે. અને ગરમી વધી ગઈ છે. તેથી ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાથી કદાચ બેેવડી ઋતુનો અનુભવ થશે. પરંતુ કાશ્મીર-સહિતના સ્થળોએ થતી સતત બરફ વર્ષાથી ઠંડીથી રાહતની સંભાવના ઓછી જણાય છે.SSS