પવારના મંદિરના, નાયડુના શિવાજીના વિધાનનો વિવાદ-પોસ્ટકાર્ડ મોકલાશે
પવારને ૧૦ લાખ, નાયડુને ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલાશે- ભાજપના ઉદયન રાજેએ રાજ્યસભામાં શપથ પછી લગાવેલા નારા પર ટિપ્પણીથી ભાજપ-એનસીપી નારાજ
મુંબઈ, બે અલગ અલગ મુદ્દાને લઈને ભાજપ અને શરદ પવારની પાર્ટી વચ્ચે પોસ્ટકાર્ડ યુદ્ધ શરુ થયું છે. થોડા દિવસ પહેલા NCP ચીફ શરદ પવારે રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર રહેવાની વાત ઉપર કટાક્ષ કર્યો હતો. ભાજપનો યુવા મોરચો તેનો વિરોધ વ્યક્ત કરવા માટે પવારને ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલશે.
બીજી તરફ બુધવારે ભાજપના ઉદયન રાજેએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. બાદમાં જય હિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ભવાની-જય શિવાજીના નારા લગાવ્યા હતા. વેંકૈયા નાયડુએ તેમને રોક્યા. હવે NCP નાયડુને ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની વાત કરી રહી છે. ભાજપનો યુવા મોરચો પવારને જે પોસ્ટકાર્ડ મોકલશે તેમાં જયશ્રી રામ લખેલું હશે. બુધવારે તેની શરૂઆત થઈ ગઈ છે.
ગુરુવારે NCP દ્વારા રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડુને ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની જાહેરાત કરાઈ છે. બનાવ એવો છે કે રાજ્યસભામાં બુધવારે નવા ચુંટાયેલા સભ્યોએ શપથ લીધા હતા. તેમાં ભાજપના ઉદયન રાજેએ અંગ્રેજીમાં શપથ લીધા હતા. શપથ પછી રાજેએ જય હિંદ જય મહારાષ્ટ્ર, જય ભવાની અને જય શિવાજીના નારા લગાવ્યા હતા. રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડુએ તેને ચેતવણી આપી હતી.
એનસીપીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી. દ્ગઝ્રઁના યુવા મોરચાના અધ્યક્ષ મહબૂબ શેખે જણાવ્યું હતું કે તેમના દ્વારા મોકલવામાં આવનાર પત્રમાં છત્રપતિ શિવાજી મહારાજ કી જય લખેલું હશે. તેઓનો આરોપ છે કે વેંકૈયા નાયડુએ મહાપુરુષોનું અપમાન કર્યું છે. મહારાષ્ટ્ર ભાજપ યુવા મોરચાના નેતાએ જણાવ્યું હતું કે શરદ પવારે રામ જન્મભૂમિ પૂજન અંગે ટિપ્પણી કરી દેશના કરોડો રામભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. એટલા માટે પોસ્ટકાર્ડ મોકલાશે. દરેક પોસ્ટકાર્ડ વાંચીને શરદ પવારને ભગવાન શ્રીરામનું સ્મરણ થશે. તેમને સમજાશે કે રામ આપણા આરાધ્ય દેવ શા માટે છે?