પવાર અમારા ગુરુ નહીં હોય શકે, અમારા ગુરુ હંમેશાં બાલાસાહેબ ઠાકરે જ રહેશે: અનંત ગીતે
મુંબઇ, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારને લઈને સતત નિવેદનબાજી ચાલતી રહે છે. હાલનું નિવેદન શિવસેનાના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત ગીતેનું આવ્યું છે. અનંત ગીતેનું કહેવું છે કે કોઈ કંઈ પણ કહે પરંતુ શરદ પવાર અમારા ગુરુ નહીં હોય શકે, અમારા ગુરુ હંમેશાં બાલાસાહેબ ઠાકરે જ રહેશે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે પરંતુ, આ દરમિયાન સતત ઘણા પ્રકારના નિવેદન અને વાત સામે આવે છે જે અલગ અલગ સંકેત આપે છે.
મહારાષ્ટ્રના રાયગઢમાં એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત ગીતેએ આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગામી પંચાયતની ચૂંટણીમાં શિવસેના એકલી જ ચૂંટણી લડશે. અમારું ફોકસ ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પંચાયતમાં શિવસેનાને મજબૂત કરવા પર છે. એક રિપોર્ટ મુજબ અનંત ગીતેએ કહ્યું કે, મહાવિકાસ અઘાડી માત્ર એક સમજૂતી છે. જ્યાં સુધી સરકાર ચાલી રહી છે તે ચાલશે પરંતુ જાે એ બધા અલગ થાય તો અમારું ઘર શિવસેના જ છે અને અમે પોતાની પાર્ટી સાથે જ રહીશું.
અનંત ગીતેએ કહ્યું કે, શરદ પવારે કોંગ્રેસ સાથે છળ કરીને પોતાની પાર્ટી બનાવી હતી, જાે કોંગ્રેસ અને એનસીપી એક ન થઈ શકે તો શિવસેના પણ સંપૂર્ણ રીતે કોંગ્રેસના માર્ગે ચાલી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કોઈને બહુમત નહોતું મળ્યું તો શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેનો સાથ છોડી દીધો હતો ત્યારે કોંગ્રેસ, શિવસેના અને એનસીપી સાથે આવ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. છેલ્લાં કેટલાક સમયમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ બની છે જ્યારે એમ નજરે પડી રહ્યું છે કે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં તિરાડ પડી ગઈ છે પરંતુ, વારંવાર આ પ્રકારની અફવાઓને ખોટી બતાવી દેવામાં આવે છે.
એનસીપીની રચના ૨૫ મે, ૧૯૯૯ના રોજ શરદ પવાર, ઁપી એ સંગમા અને તારિક અનવરે કરી હતી. જ્યારે તેમને કોંગ્રેસમાંથી ઈટાલીમાં જન્મેલા સોનિયા ગાંધીના પાર્ટીનું નેતૃત્ત્વ કરવાના અધિકાર પર વિવાદના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એનસીપી ત્યારબાદ કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્ત્વવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારનો હિસ્સો બની જેમાં શરદ પવારે કૃષિ મંત્રીના રૂપમાં કામ કર્યું.
મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને એનસીપીઁએ વર્ષ ૨૦૧૪ સુધી સત્તામાં ભાગીદારી કરી. અનંત ગીતેએ વર્ષ ૨૦૧૪ની ચૂંટણી બાદ કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું જ્યારે, શિવસેના એનડીએનો હિસ્સો હતી. તેમની દીકરી આદિતિ વર્તમાનમાં મહાવિકાસ અઘાડી સરકારમાં રાજ્ય મંત્રી છે.HS