Western Times News

Gujarati News

પવાર મહારાષ્ટ્રમા ઘણા દાયકાઓથી તુષ્ટિકરણ અને ધ્રુવીકરણની રાજનીતિને વેગ આપે છે: ફડનવીસ

મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરેની પાર્ટી MNS અને શરદ પવારની પાર્ટી NCP વચ્ચે જંગ ચાલી રહ્યો છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ થાણેમાં એક રેલી દરમિયાન NCP પ્રમુખ શરદ પવાર પર સીધો પ્રહાર કર્યો હતો.

રાજ ઠાકરેએ શરદ પવાર પર મહારાષ્ટ્રમાં જાતિના રાજકારણને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.એટલું જ નહીં, પવાર મુસ્લિમોના મત મેળવવા માટે છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનું ટાળે છે. એનસીપીએ ઠાકરેના આરોપોનો જવાબ આપવામાં વિલંબ કર્યો ન હતો, પરંતુ હવે ભાજપ લડાઈમાં ઉતર્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સતત ૧૪ ટ્‌વીટ કરીને શરદ પવાર પર પ્રહારો કર્યા છે. ફડણવીસે કહ્યું છે કે ડૉ. આંબેડકરના વિચારોથી વિપરીત શરદ પવાર મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દાયકાઓથી તુષ્ટિકરણ અને ધ્રુવીકરણની રાજનીતિને વેગ આપવાનું કામ કરી રહ્યા છે.

ફડણવીસે બાબાસાહેબ આંબેડકર ૩૭૦ની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછ્યો છે. પરંતુ બાબા સાહેબના આ વિચારો પર NCP ભૂમિકા પર સવાલો ઉભા થાય છે. સળંગ ૧૪ ટિ્‌વટમાં, ફડણવીસે નિશાન સાધ્યું છે કે એનસીપી અને પાર્ટીના વડા શરદ પવાર કેવી રીતે ધ્રુવીકરણની રાજનીતિ કરે છે.

એટલું જ નહીં, ફડણવીસે ફિલ્મ કાશ્મીર ફાઇલને લઈને એનસીપી પ્રમુખ શરદ પવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને તેમના ટ્‌વીટ દ્વારા પવારને પણ આડે હાથ લીધા હતા. ફડણવીસે ટ્‌વીટ કરીને લખ્યું છે કે કાશ્મીરી પંડિતો પરના અત્યાચારનું વર્ણન કરતી ફિલ્મ કોઈને પણ પરેશાન કરી શકે છે કારણ કે તે સુડો સેક્યુલરિઝમ સાથે સંકળાયેલા વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે અને આ ફિલ્મ તેમના એજન્ડાને અનુરૂપ નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.