Western Times News

Gujarati News

પવિત્રતાના ઝનૂનથી પરેશાન પતિએ પત્ની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી

મૈસુર, કર્ણાટકના મૈસુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક આધેડ ઉંમરના વ્યક્તિએ પોતાની પત્નીની પવિત્રતાના ઝનૂનથી પરેશાન થઈ તેની હત્યા કરી દીધી અને બાદમાં આત્મહત્યા કરી લીધી. ૪૦ વર્ષના મૃતક શાંતમૂર્તિ અને તેની ૩૮ વર્ષિય પત્ની પુત્તમનીના ૧૫ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પાડોશિયો અને સંબંધિઓ અનુસાર, પુત્તમની પવિત્રતા પર ખુબ જોર આપતી હતી, અને આજ કારણથી પતિએ તેની હત્યા કરી દીધી.શાંતમૂર્તિના પાડોશી પ્રભુ સ્વામિએ કહ્યું હતું કે, ‘મે મારા જિવનમાં પુત્તમની જેવી કોઈ વ્યક્તિ નથી જોઈ. લગભગ ૮ વર્ષથી હું આ લોકોને જોવું છે. તે ખુબ અંધવિશ્વાસી મહિલા હતી. અમને તેમના ઘરમાં જતા પણ ડર લાગતો હતો. કેમકે તે પોતાના ઘરમાં પ્રવેશ કરવા માટે અમને પણ નાહ્વાનું કહેતી હતી.’

પ્રાપ્ત માહિતી અનુસાર, પુત્તમની પોતાના બાળકોને પણ દિવસમાં કેટલીએ વખત સ્નાન કરાવતી હતી અને પતિ જે કમાણી કરીને પૈસા લાવી આપે તે કરન્સી નોટોને તે ધોઈ નાખતી હતી. એક સંબંધી રાજશેખરે પુત્તમનીના શુદ્ધીકરણના અંધવિશ્વાસ પર કહ્યું કે, ‘શું તમે દુનિયામાં કોઈ એવું વ્યક્તિ જોયું છે જે કરન્સી નોટોને ધોઈને કપડાની જેમ સુકવે?’ પુત્તમની આવું રોજ કરતી હતી કેમ કે તેનું માનવું હતું કે, આ નોટોને બીજા ધર્મોના લોકો અડ્‌યા હશે, અને તે ગંધી થઈ હશે.

તેમણે કહ્યું કે, ‘શાંતીમૂર્તિ મને તેની પત્નીના આ વ્યવહારની ઘણી વખત વાત કરતા હતા. તે શુદ્ધીકરણના નામ પર તેની પર અત્યાચાર કરતી હતી. વારંવાર સ્નાનના કારણે તેના બાળકો બિમાર પડી જતા હતા. પુત્તમનીએ ઘરમાં નિયમો બનાવી દીધા હતા, શૌચાલય જાય, પશુઓને ચારો નાખવામાં આવે અથવા કોઈને અડી જવાય તો સ્નાન કરવું પડશે. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ખુબ ઝગડા થતા હતા.’ આખરે પતિની ધીરજ જવાબ આપી ગઈ અને શાંતિમૂર્તિએ પત્ની સાથે ઝગડા દરમિયાન ખેતરમાં એક હથિયાર વડે તેની પર હુમલો કરી દીધો. તે પત્નીની હત્યા કર્યા બાદ ઘરે આવ્યો અને ફાંસી પર લટકી આત્મહત્યા કરી દીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.