પવિત્રાને બીજી પત્ની કે પાર્ટનર માનવા દર્શનનો ઈનકાર
દર્શન અને વિજયાલક્ષ્મીના લગ્ન ૨૦૦૩માં થયા હતા
અંગત જીવનની ટીકા કરનારા ફેનની હત્યા બદલ કન્નડ સ્ટાર દર્શન અને પવિત્રાની ધરપકડ થઈ છે
મુંબઈ,કન્નડ સ્ટાર દર્શન અને એક્ટર પવિત્રા ગૌડાના સંબંધો જગજાહેર છે. અનેક લોકો દર્શન અને પવિત્રાએ લગ્ન કર્યાં હોવાનું માને છે અને પવિત્રાને બીજી પત્ની તરીકે ઓળખાવે છે. દર્શને આ અંગે ક્યારેય વિરોધ નોંધાવ્યો નથી. જો કે પોતાના ફેનની હત્યાના કેસમાં આરોપી બન્યા બાદ દર્શનમાં ફિલ્મી ટિ્વસ્ટ આવ્યો છે. હત્યાના આરોપી દર્શનના બચાવ માટે કોર્ટમાં દલીલ દરમિયાન વકીલે પવિત્રાને દર્શનની મિત્ર માત્ર ગણાવી હતી. દર્શન અને પવિત્રાએ લગ્ન કર્યાં હોવાનાં કે તેઓ પાર્ટનર હોવાના દાવાને દર્શનના વકીલે ફગાવી દીધાં હતા.
દર્શનના વકીલ તરફથી જણાવાયું હતું કે, દર્શનની એક માત્ર પત્ની વિજયાલક્ષ્મી છે. દર્શન અને પવિત્રાનો સંબંધ કો-સ્ટાર તતા મિત્રનો છે. તેમણે લગ્ન કર્યા હોવાની વાત ખોટી છે. ફેન રેણુકાસ્વામીની હત્યામાં દર્શનની સંડોવણી નહીં હોવાનો દાવો પણ વકીલે કર્યાે હતો. દર્શન અને વિજયાલક્ષ્મીના લગ્ન ૨૦૦૩માં થયા હતા. આ લગ્નથી તેમને એક દીકરો વિનિશ પણ છે. જાન્યુઆરી મહિનામાં પવિત્રાએ દર્શન સાથે રોમેન્ટિક ફોટોગ્રાફ શેર કર્યાે હતો અને ૧૦ વર્ષથી તેઓ રિલેશનશિપમાં હોવાનું કહ્યં હતું.
પવિત્રાની આ પોસ્ટ બાદ વિજયાલક્ષ્મીએ તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા ચીમકી આપી હતી. બીજી બાજુ રેણુકાસ્વામી સહિત અને ફેન્સ દર્શનને પત્ની સાથે રહેવા સોશિયલ મીડિયા પર દબાણ કરતા હતા. જો કે રેણુકાસ્વામીએ દર્શનના અંગત જીવનમાં વધુ દખલ કરી હતી. રેણુકાસ્વામી પવિત્રાની દરેક પોસ્ટ પર ખરાબ કોમેન્ટ કરતો હતો અને પવિત્રાને સોશિયલ મીડિયા પર ખૂબ બદનામ કરતો હતો. રેણુકાસ્વામીની આ હરકતોથી કંટાળીને પવિત્રાએ તેની હત્યા કરવા માટે દર્શનને ઉશ્કેર્યાે હોવાનું કહેવાય છે. રેણુકાસ્વામીની હત્યાના કેસમાં દર્શન અને પવિત્રા ૨૦ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં છે. ss1