પવિત્ર શ્રાવણ માસમાં બસો દોડાવાશે,રક્ષાબંધનના દિને બહેનો માટે માત્ર ૧૦ રૂપિયા ટિકિટ

પ્રતિકાત્મક
અમદાવાદ: ૯ ઓગસ્ટથી શરુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ૧૯ જેટલા ધાર્મિક સ્થળોને સાંકળતી બસ દોડાવવા ર્નિણય કરવામાં આવ્યો છે.ઉપરાંત ૨૨ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે બહેનો માત્ર દસ રુપિયાની ટિકીટ લઈ રાતે દસ સુધી મુસાફરી કરી શકશે.
ટ્રાન્સપોર્ટ કમિટીની મળેલી બેઠકમાં શ્રાવણ માસને ધ્યાનમાં રાખી કેટલાક મહત્વના ર્નિણય લેવામાં આવ્યા હતા.જેમાં શહેરમાં આવેલા જલારામ મંદિર ઉપરાંત ઈસ્કોન, ગુરૃદ્વારા, હરેકૃષ્ણ મંદિર, સોલા ભાગવત વિદ્યાપીઠ, તિરૃપતિ બાલાજી, વૈષ્ણોદેવી,અક્ષર પુરૃષોત્તમ મંદિર, જગન્નાથ મંદિર,ભદ્રકાળી મંદિર,કર્ણમુકતેશ્વર મહાદેવ,લાંભા સહીત ૧૯ સ્થળોને સાંકળતી બસ સારંગપુર ઉપરાંત લાલદરવાજા, મણિનગર તથા વાડજથી દોડાવવામાં આવશે.
બસમાં પુખ્તો માટે ૬૦ રુપિયા અને બાળકો માટે ૩૦ રુપિયાની ટિકીટ રાખવામાં આવી છે.બસ દીઠ ૪૦ પેસેન્જરો હોવા જાેઈશે.સવારે ૮.૧૫થી સાંજે ૪.૧૫ સુધીનો સમય રહેશે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો માત્ર દસ રુપિયા અને બાળકો પાંચ રુપિયાની ટિકીટ લઈ સવારના છથી રાતના દસ સુધી મુસાફરી કરી શકશે.