પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવની આરાધના કરવા ભકતો
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવની આરાધના કરવા ભકતોની લાંઇનો લાગતી હેોય છે. પરંતુ ચાલુ વરસે કોરાના એ ભક્તોને નારાજ કર્યા છેં મોટા ભાગના શિવાલયો બંધ રહેનાર છે. આ સંજોગોમાં ચાંદની ફલેટસના મહિલાંએા એ પેોતાના ઘર આગળ માટીનું ઇકોફ્રેન્ડલી શિવલિંગની સ્થાપના કરી સમગ્ર માસ દરમિયાન પૂજા અર્ચના કરવાનું નક્કી કરી સામાજિક અંતર જળવાય એવેા પ્રયત્ન કરવામાં આવ્યો છે,
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભગવાન મહાદેવ એટલે શિવને બીલીનાં પાન ચઢાવવાનો મહિમા છેંં યોગાનું યોગ બીલીના ઝાડ નીચે જ શિવલિંગની સ્થાપના કરાઈ છે, એ શુભ સંકેત છે. ચંદ્રિકાબહેન પટેલ અને ઉલ્લાસબા વાધેલા પુરા માસ દરમિયાન સર્વને કોરાનાથી મુક્ત રાંખવા શિવજીને આજીજી કરવામાં આવશે.