પશુઓને પણ મળમૂત્ર ત્યાગ કરવાની તાલીમ આપી શકાશે
પૃથ્વી પર મિથેનવાયુનું પ્રદુષણ વધતું જાય છે. જેમાં પાલતું પશુઓ સૌથી વધુ ૧૮ ટકા મીથેનવાયુ છોડે છે. પશુઓના ગોબર અને છાણ મુત્રના કોહવાટથી મીથેનવાયું પેદા થાય છે. આ ઉપરાંત યુરીનમાં પણ નાઈટ્રોજનનું પ્રમાણ પુષ્કળ હોય છે જે પાણીમાં ભળવાથી પાણી પ્રદુષીત થાય છે.
ઓકલેન્ડ યુનિર્વસિટીના સંશોધક લીડસે અને ડગલસ એલીફે જર્મનીની એનીમલ બાયોલોજી ઈન્સ્ટીટયુટ દ્વારા ગાયના ૧૬ વાછરડાઓ પર એક પ્રયોગ કરવામાં આવ્યો આ પ્રયોગમાં વાછરડાઓને ગોબર અને યુરીન રોકવાની અને યોગ્ય સ્થળે કરવાની ટ્રેનીગ આપી શકાય છે. એવું સાબીત થયું છે.
વૈજ્ઞાનીકએ નોધ્યું કે વાછરડા ખોટા સ્થળે પેશાબ કરે ત્યારે તેના ગળા પર પટ્ટામાં ધ્રુજારી આવે છે. વાછરડા સાચા સ્થાને ગોબર કે પેશાબ કરે ત્યારે તેને ઈનામમાં સારુ ભોજન આપવામાં આવતું હતું. જેવી રીતે બાળકોને ટોયલેટ પર બેસાડીને ટોયલેટની ટેવ પાડવાનાં આવે છે. એ પ્રકારનો જ આ પ્રયોગ હતો.
બાળકો ભલે રાહ જાેવડાવે તેમ છતાં ટોયલેટની ટેવ પડી જાય છે. એવી જ પધ્ધતિ પશુઓ સાથે અપનાવવામાં આવી હતી. ૧પ દિવસની તાલીમ પછી ૩પ ટકા જેટલા વાછરડાને પણ ચોકકસ યોગ્ય સ્થળે જ શૌચાલય જવાની ટેવ પડી હતી. જાેો આ રીતે પશુઓના પેશાબ અને મળને એકઠું કરીને યોગ્ય નિકાલ કરી શકાય તો ગ્રીન ગેસ ઉત્સર્જનથી બચી શકાય છે.
આમ તો ગાય જ નહી વાગોળ કરતા મોટા ભાગના પશુઓ પહેલા ખોરાક ખાય છે પછી જયારે નિરાંત મળે ત્યારે બહાર કાઢીને વાગોળે છે. પાચનની આ પ્રક્રિયા દરમ્યાન જે ડકાર પેદા થાય તેમાં મિથેનવાયુ હોય છે જે હવામાં પ્રસરે છે. મીથેનને સૌથી ખતરનાક ગ્રીનહાઉસ ગેસ માનવામાં આવે છે. તે પૃથ્વીના વાયુમંડળને નુકશાન કરે છે.
એક કિલો મીથેન કાર્બન ડાયોકસાઈડ વાયુ અનેક ગણુ નુકશાન કરે છે. મીથેનવાયુ બહાર નીકળવોએ કુદરતી પ્રક્રિયા છે. પરંતુ પશુપાલનમાં પશુઓની મળમુત્રની આદત સુધારીને તેનો યોગ્ય નિકાલ કરીને નાઈટ્રોજનના લીધે જળસ્ત્રોત પ્રદુષીત થતા અટકાવી શકાય છે.