પશુઓ બીમાર ના થાય અને તેના લાંબા આયૂષ્ય માટે આ મેળામાં પશુપાલકો બાધા રાખે છે

પોતાના દૂધાળા પશુઓ બીમાર ના થાય, તેમના લાબા આયૂષ્ય માટે અહી આવીને માનતા માને છે.-ઝાલા પાટડીયા બાપજીના ભરાયેલા મેળામાં પશુપાલકોએ માનતા પુરી કરી
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકામાં આવેલા નાંદરવા ગામ ખાતે ઝાલા પાટડીયા બાપજીનો પરંપરાગત મેળો ભરાયો હતો. ગામમા પ્રાથમિક શાળા પાસે ઝાલા બાપજીની ડેરી આવેલી છે.જેની પ્રત્યે લોકો અટૂત શ્રધ્ધા ધરાવે છે.
પોતાના દૂધાળા પશુઓ બીમાર ના થાય, તેમના લાબા આયૂષ્ય માટે અહી આવીને માનતા માને છે.અહીથી આપવામા આવતો સૂખડીનો પ્રસાદ પશૂઓને ખવડાવામા આવે છે.ભાદરવા મહિનામાં આ ઝાલા પાટડીયા બાપજીનો મેળો ભરાય છે.મેળામાં આસપાસના તાલૂકામાંથી પણ લોકો આવ્યા હતા.પોતાના દુધાળા પશુઓ માટે લીધેલી માનતા પુર્ણ કરી હતી.
શહેરા તાલુકાના નાંદરવા ગામે ઝાલા પાટડીયાનો મેળો ભરાયો હતો.ભાદરવા મહિનાના બીજા રવિવારે આ મેળો ભરાયો હતો.પ્રાથમિક શાળા પાસે ઝાલા પાટડીયાની વર્ષો જુની ડેરી આવેલી છે.આ દેરીમાં લોકો અતૂટ શ્રધ્ધા ધરાવે છે.દૂધાળા પશુઓ બીમાર હોય,દુધ ન આપતા હોય,ત્યારે ઝાલા પાટડીયા બાપજીની દેરી એથી લીધેલી બાધા ફળીભૂત થાય છે.
અને આખુ વર્ષ પશૂઓનુ આરોગ્ય સારૂ રહે છે.અને દુધ આપે છે.જેથી પશૂપાલન કરનારાઓને પણ આર્થિક લાભ થાય છે.વર્ષોથી ભરાતા આ ઝાલા પાટડીયાના મેળાને અહીની સ્થાનિક ઝાલો ભરાયો હોવાનુ પણ કહેવામા આવે છે.ગત વર્ષ કોરોનાની મહામારીને લીધે સંકમણ વધવાની શક્યતાને લઇને મેળાનુ આયોજન મોકુફ રાખવામા આવ્યુ હતૂ.
ગ્રામજનોની તંત્રને રજુઆતને લઇને આ વર્ષે ઝાલા પાટડીયાના મેળાનૂ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમા નાંદરવા સહિતના આસપાસના ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા.અને પોતાના દૂધાળા પશુઓ માટે બાધા લીધી હતી. અને કેટલાક લોકોએ પોતાના પશુઓ માટે માનેલી માનતા પુરી કરી હતી.
દેરીથી સુખડીનો પ્રસાદ પણ લોકોને આપવામાં આવે છે.જે પશુઓને ખવડાવામાં આવતા આખુ વર્ષ બિમાર પડતુ નથી.તેવી શ્રધ્ધા જાેડાયેલી છે.મેળામા આસપાસના તાલુકાઓના વેપારીઓ પણ વેપારધંધા કરવા આવ્યા હતા.મેળામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવામા આવ્યો હતો.લોકોએ આનંદપુર્વક મેળાનો આનંદ માણ્યો હતો.