પશુપાલકોને ફરજિયાત લાયસન્સ લેવાના બિલ સામે માલધારી સમાજનો વિરોધ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાત સરકાર વિધાનસભા સત્રમાં શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયન્સસ માટેનું બિલ લાવવામાં આવનાર હોય ગોપાલક માલધારી સમાજ દ્વારા ફરજીયાત લાયસન્સ માટેના કાયદાનો વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ફરજિયાત લાયસન્સનો કાયદો મુલતવી રાખવા માગણી કરવામાં આવી હતી.
હાલમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુઓના માલિકને દંડ તથા સજાની જાેગવાઈ સંદર્ભ બે બિલ લાવવામાં આવનાર છે.આ કાયદાનું પશુપાલક વર્ગ અને માલધારી સમાજમાં વિરોધ ઉઠવા પામ્યો છે.
ગુજરાત માલધારી મહાપંચાયતના લોકોના જણાવ્યા અનુસાર કોરોના ના કપરા કાળ દરમિયાન પણ આ સમાજ દ્વારા અનેક સેવા પ્રવૃત્તિઓ તેમજ લોકોને દૂધ પહોંચાડવાનું કામ દિવસ રાત એક કરી ભાવ વધારો કર્યા વગર કર્યું છે.ત્યારે આ કાયદાથી સમાજમાં આક્રોશ ફેલાયો છે.