Western Times News

Gujarati News

પશુ દવાખાનોમાં આઉટ સોર્સીંગ પદ્ધતિ હેઠળ નોકરી કરતાં સફાઈ કર્મીઓની માંગ ન સ્વીકારતા ભુખ હડતાલની ચીમકી 

ભિલોડા: અરવલ્લી જીલ્લાના પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ  બજાવતા ૧૦૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ૪ મહિના થી છુટ્ટા કરી દેવામાં આવતા તમામ કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગી રહ્યું છે.સફાઈ કામદારોએ આઉટ સોર્સીંગ એજન્સી મારફતે ફરજ પર પરત લેવામાં નહીં આવે તો
હવે વાલ્મિકી સંગઠનના પ્રમુખ અન્ન જળનો ત્યાગ કરીને ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી સફાઈ કર્મીઓને ફરજ પર પરત ન લેવાતા આ પહેલા તમામ કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ હડતાળ કરી હતી, જેને લઇને દસ જેટલા સફાઈકર્મીઓની અટક પણ કરાઈ હતી,જો કે હવે તમામ છૂટા કરાયેલા સફાઈકર્મીઓની માંગ ન સંતોષાતા વહીવટી તંત્રને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે તેમને ન્યાય નહિ મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતારવા માટે ફરજ પડશે તેમ જણાવ્યું  હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.