પશ્ચિમ અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો
અમદાવાદ: પાછલા પખવાડિયામાં શહેરના પશ્ચિમ ભાગમાં વધતા જતા કેસોએ છસ્ઝ્રને ત્યાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું દબાણ કર્યું છે. આમ પશ્ચિમ અમદાવાદમાં કોરોના બેકાબુ થતાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો વધારવાની કોર્પોરેશનને ફરજ પડી છે. બુધવાર અને ગુરુવારે જાહેર કરાયેલા ૫૫ માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાંથી ૩૩ પશ્ચિમ ભાગના હતા.
શુક્રવારે રાત્રે દ્વારા ત્રીજી લિસ્ટ જારી કરવામાં આવી હતી, જેમાં ૨૬ નવા માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાંથી ૧૮ પશ્ચિમ શહેરમાં આવેલા છે. ગુરુવારે બીજી ૧૪ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી જેમાંથી ૯ માઈક્રો કન્ટેઈનમેન્ટ પશ્ચિમ અમદાવાદના હતા. છસ્ઝ્રના અધિકારીઓ કહે છે કે દૈનિક નોંધાયેલા ૫૦% કેસ પશ્ચિમ અમદાવાદના છે અને તેઓએ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાં કોવિડ-૧૯સામેની લડત વધુ તીવ્ર બનાવી દીધી છે.
ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જાહેર કરાયેલા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સુંદરવન એપિટોમનો છ-બ્લોક, બંગ્લો નંબર ૨૧થી ૨૭ પાર્ક હિલ સોસાયટી (જોધપુર), ચામુંડાનગર ભાગ -૧, ફેઝલ-એ-રેહમાની -૧ (જુહાપુરા), અશ્વલેખા ફ્લેટ્સ બ્લોક છ, જનતા માર્કેટ (બંને વેજલપુર વોર્ડમાં), એચ બ્લોક કનકકલા-૨ (જોધપુર વોર્ડ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૦ નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયાહતા. જેમાં આઇસીબી આઇલેન્ડના ય્ બ્લોકનો ચોથો અને પાંચમો ફ્લોર, પાર્થ ઈન્દ્રપ્રસ્થ ટાવરના છ-બ્લોકનો ચોથો અને પાંચમો ફ્લોર, ગોતાના દેવનગર ગામનો બીજો અને ત્રીજો માર્ગ, સોલાના સંગીત-૧ના ડ્ઢ-બ્લોકનો ચોથો માળ, ચાણક્યપુરીમાં વિશ્વાસ સિટી-૨ના-બ્લોકનો ચોથો માળ, દ્ભ-બ્લોકનો પાંચમો માળ અને ડ્ઢ-બ્લોકનો ઘાટલોડિયામાં સમેત રેસિડેન્સીના ઈ-બ્લોકનો ફર્સ્ટ ફલોર, સૌન્દર્ય એપાર્ટમેન્ટના , થલતેજમાં સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલી મૃદુલ પાર્ક-૨માં મકાન નંબર ૧થી ૬૧ અને ૧૭થી ૨૭, ઘાટલોડિયાની હરસિદબાગ સોસાયટીમાં મકાન નંબર ૩૮થી ૫૦ અને થલેતજમાં તિર્થનગર-૧ સોસાયટીના મકાન નંબર ૪૧થી ૪૩નો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ ઝોનમાં ૯ વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા હતા. જેમાં સોલા રોડના પ્રતિક્ષા એપાર્ટમેન્ટના ૧૬૯ અને ૧૭૯, વાસણાના સ્વામિનારાયણ પાર્કના, જુના વાડજમાં હરિઓમ એપાર્ટમેન્ટના બ્લોક ૨૭ અને ૭૩ અને રાસડી એપાર્ટમેન્ટ, રાણીપના શ્રીજી એપાર્ટમેન્ટ ચાંદખેડાના સંસ્કાર આર્કેડ, સાબરમતીમાં સંખેશ્વર અને પદમનગરમાં સી-બ્લોક અને અને ૬૬૧ નંબરની લેન, ચાંદખેડામાં ભારત બેકરી પાસે આવેલા જનતાનગરનો સમાવેશ થાય છે.
માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સમાવિષ્ટ અન્ય ક્ષેત્રોમાં વિવેકાનંદનગરમાં સેક્ટર-૧, મીરાપાર્ક, જૈનનગર સોસાયટી, ઓઢવ રોડ પરની ચૌકસીની ચાલીમાં લેન ૪૪૦/૧૨૨ અને સીમાપાર્કનો પૂર્વ ઝોનમાં સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ઝોનમાં નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં ઈસનપુરમાં પ્રકાશ પ્રભુ સોસાયટીમાં મકાન નંબર ૨૧થી ૪૮, કાંકરિયામાં વિજય ટાવર, શાહવાડીમાં ગગન વિહાર, જશોદાનગરમાં વાસુદેવ બંગ્લોમાં ઇ-૦૬થી ઇ-૧૧ અને હીરાબાગ છાપરામાં કર્ણાવતી એપાર્ટમેન્ટના નો સામેલ કરાયા છે