પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસની ટકાવારી 22% પર પહોંચી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ એકંદરે વધી રહયા છે અને તેનો પ્રસાર પશ્ચિમ ઝોનમાં વધતા વહીવટીતંત્ર ચિતામાં મુકાયુ છે અત્યાર સુધી પશ્ચિમ ઝોનમાં લગભગ ૧૦.રર ટકાથી કેસો નોંધાતા હતા. પરંતુ હવે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા રર.૮ ટકા પર પહોંચી છે બોપલ સહિતના પશ્ચિમના અમુક વિસ્તારો જાણે કે કોરોના હોટસ્પોટ થઈ ગયા છે. કોરોનાના સંદર્ભમાં તંત્રએ જાણે કે કામગીરી બંધ કરી દીધી હોવાની પ્રતિતિ નાગરિકોને થઈ રહી છે જાકે વહીવટીતંત્ર તેની કામગીરી અસરકારક રીતે બજાવી રહયુ છે તેવા દાવા પણ થઈ રહયા છે પશ્ચિમ ઝોનમાં કેસો વધતા નાગરિકોમાં દહેશત જાવા મળી રહી છે બીજી તરફ કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ લોકો ખુલ્લેઆમ ફરી રહયાની ચર્ચાઓ ઉઠવા લાગી છે લોકમુખે ચર્ચાતી વાતો મોટેભાગે માત્ર અફવા હોય છે તે પણ આ તબક્કે ભૂલવુ જાઈએ નહિ.
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોના પોઝિટિવ કેસોમાં એકાએક ઉછાળો પાછલા દિવસોમાં જાવા મળ્યો છે અને તેની ટકાવારી રર.૮ ટકા સુધી પહોંચી છે અગાઉ સાત ઝોનમાં પશ્ચિમ ઝોનની ટકાવારી ૧૦.ર ટકા હતી. ખાસ તો બોપલ સહિતના વિસ્તારો જાણે કે હોટસ્પોટ થઈ ગયા છે અહીંયા કોરોનાના કેસો વધ્યા છે તે ચિંતાજનક બાબત મનાય છે શહેરમાં છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમણ અને નોંધાતા કેસની પરિસ્થિતિ બદલાઈ રહી છે
અગાઉ કોટ વિસ્તાર અને દક્ષિણ ઝોન તેમજ પૂર્વ કે ઉત્તર ઝોનમાં નદી પારના વિસ્તારોની તુલનામાં વધુ પોઝિટિવ કેસ નોંધાતા હતા એક મહીના પછી ચિત્ર પલ્ટાયુ છે પશ્ચિમના પોશ વિસ્તારો સુધી કોરોનાનું સંક્રમણ પહોંચી ગયુ છે જેના પરિણામે તંત્રને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે મધ્યઝોનમાં એક મહિના અગાઉ નોંધાતા કેસની ટકાવારી અન્ય ઝોનની સરખામણીમાં ૩ર.૧ ટકા હતી જે હવે ઘટીને ૧૧ ટકા પર પહોંચી છે
તેવી જ રીતે દક્ષિણ ઝોનમાં અગાઉ રપ.પ ટકાની સરાસરીથી નોંધાતા કેસ હવે ૧૦ની સરેરાશ પર આવી ગયા છે જયારે પશ્ચિમ ઝોનમાં અગાઉ ૧૦.ર ટકાની એવરેજથી નોંધાતા કેસ હવે રર.૮ ટકાના દરથી વધી રહયા છે એક મહિના પછી પૂર્વ ઝોનમાં કેસની ટકાવારી ૧૦.૪ ટકાથી વધીને ૧૯.૩ ટકાએ પહોંચી છે પરંતુ આ બધાની વચ્ચે કોરોનાના પોઝિટિવ કેસોની ટકાવારી રર.૮ ટકા સુધી પહોંચી છે તેના લીધે સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સત્તાધીશો આ દિશા તરફ વિચારે તેવી લાગણી વ્યક્ત નાગરિકો કરી રહયા છે.