પશ્ચિમ ઝોનમાં ભોંયરામાં પાર્કિગ મુદ્દે ૪૩ થી વધુ બિલ્ડીંગના દબાણ હટાવાયા
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાઓ પાર્કિગની સમસ્યાના કારણે થતાં ટ્રાફિક જામના પ્રશ્નના નિરાકરણ માટે ગત તા.૧૯મી જાન્યુઆરીથી જે તે બિલડીંગના ભોંયરાના પાર્કિગમાં દબાણ કરનારા સામે ઝૂંબેશ આરંભાઈ છે. શહેરના સમૃધ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ભોંયરાના પા‹કગના દબાણો હટાવાયા છે.
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ચાંદખેડામાં ગ્વાલિયા સ્વીટ, સ્વાગત સ્ટેટ-૧, ઓશિયા હાઈપર માર્ટ, સાબરમતીમાં અક્ષર-૧૧૧, આનંદ આઈપ્રાઈડ, નવાવાડજમાં મંગલમ સાડી સ્ટોર, મેલડી ટ્રાવેલ્સ, સ્વસ્તિક રેસીડન્સી નારણપુરામાં નિરવ કોમ્પ્લેક્ષ, વૃંદાવન એન્કલેવ, ભગીરથ કોમ્પ્લેક્ષ, સ્ટેડીયમમાં હીરો હોન્ડા, આશ્રય હોટલ, સુઝૂકી સર્વિસ સ્ટેશન, નવરંગપુરામાં સૌથી વધુ ૧૬ બિલ્ડીંગ એટલે કે ધ એડ્રેસ બિલ્ડીંગ, યુનિવર્સિટી પ્લાઝા, હોટલ બ્રુકર્સ, રીંગલ, ડીકથેલોના, સરિતા કોમ્પ્લેક્ષ, દેવાદિ હોટલ, શતદલ કોમ્પ્લેક્ષ, વિશાલ કોમર્શિયલ સેન્ટર, પૂર્ણેશ્વર ચેમ્બર, એવરેસ્ટ સર્વિસ, શાંતિ ચેમ્બર્સ, સિધ્ધાર્થ કોમ્પલેક્ષે, માંગલ્ય હાઉસ, ચાણક્ય બિલ્ડીંગ, વાયએસએલ એવન્યુ, પાલડીમાં રંગોલી કોમ્પ્લેક્ષ, સિલ્વર આૅક, મહાકાંત, ઓનેસ્ટ-ર , ઈસ્કોન સ્કવેર, મેડીસીન બજાર, દેવ અર્પણ, અને વાસણામાં સ્વામિનારાયણ એવન્યુ, સ્વામિનારાયણ શોપિંગ સેન્ટર અને નિશાંત એપાર્ટમેન્ટ, વગેરે બિલ્ડીંગમાં પાર્કિગની જગ્યા કે ભોંયરામાં દુકાન, ઓફિસ, ગોડાઉન, કિચન, સર્વિસ સ્ટેશન, બેન્કવેટ કે મોલ વગેરે બનાવવા મામલે સીલ કરાયા હતા.
કેટલાંક કિસ્સામાં રસ્તા પર બસ પાર્કિગ કરવા મામલે પણ તંત્રએ કડક કામગીરી કરી હતી. અમુક મામલામાં ભોંયરાના સર્વિસ સ્ટેશન તરીકે ઉપયોગ થતો હતો. ક્યાંક રોડ પર પાર્કિગ થતું હતુ. તંત્રની સીલીંગ ઝુંબેશ દરમ્યાન ર૦૦ થી વધુ યુનિટને સીલ કરાયા હતા. જેના કારણે મ્યુનિસિપલ તિજારીને પેનલ્ટી પેટે રૂ.ર૪ લાખથી વધુની આવક થઈ હતી. યુનિવર્સિટી પ્લાઝામાં સૌથી વધારે ૪૩ યુનિટને તાળા મરાયા હતા. અને તંત્ર દ્વારા વહીવટી ચાર્જ પેટે પ્રતિ દુકાન રૂ.૧પ હજાર વસુલીને શરતી ી સીલ ખોલવામાં આવ્ય્ હતા. હજુ પણ દેવાદિ હોટલ અને શતદલ કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડીંગમાં બેઝમેન્ટમાં બેન્કવેટ, દુકાન અને ઓફિસ બનાવવા મામલે તંત્રના સીલ લાગ્યા છે.