પશ્ચિમ બંગાળઃ વર્ધમાન મેડિકલ કોલેજના કોવિડ વોર્ડમાં આગ એક દર્દીનુ મોત
કોલકતા, પશ્ચિમ બંગાળના વર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શનિવારે આગ લાગવાથી એક દર્દીનુ મોત નીપજ્યુ, જેનાથી દર્દીઓ અને પરિજનોમાં દહેશત ફેલાઈ ગઈ. દર્દીની ઓળખ પૂર્વી વર્ધમાન જિલ્લાના રહેવાસી ૬૦ વર્ષીય સંધ્યા રોય તરીકે થઈ છે. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યુ કે હોસ્પિટલના રાજધાની વોર્ડમાં શનિવારે આગ લાગી ગઈ.
શરૂઆતમાં દર્દીના પરિજનોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ થઈ શક્યા નહીં. જે બાદ એક ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડના કર્મીઓએ આગ પર કાબૂ મેળવી લીધો.
જાેકે હોસ્પિટલે પોતાની તરફથી કોઈ પણ વિફળતાનો સ્વીકાર કર્યો નથી, પરંતુ કારણની જાણકારી મેળવવા માટે પાંચ સદસ્યીય તપાસ દળની રચના કરવામાં આવી છે.HS