પશ્ચિમ બંગાળની પોલીસ મમતા દીદીની પાલતુ: બાબુલ સુપ્રિયો
કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું કે બંગાળ પોલીસ મમતા બેનર્જીની પાલતુ છું. પશ્ચિમ બંગાળમાં ભાજપની નબન્ના ચલો અભિયાન દરમિયાન પોલસનો લાઠીચાર્જને જાનવર જેવી હરકત ગણાવતા પાર્ટી સાંસદ સુપ્રીયોએ મમતા સરકાર પર હુમલો કર્યો હતો. બાબુલ સુપ્રીયોએ કહ્યું કે ૨૦૨૧મા જનતા મુખ્યમંત્રી (મમતા બેનર્જી)ને એવો જવાબ આપશે કે તે હમેશા યાદ રાખશે
બાબુલ સુપ્રીયોએ દાવો કર્યો કે બંગાળ પોલીસે ભાજપ કાર્યકરો પર બોંબ ફેંકયા છે તેમણે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે અમારા એક વૃધ્ધ કાર્યકર્તાના માથાને નિશાન બનાવી પોલીસે લાઠીચાર્જ કર્યો બંગાળમાં મમતા બેનર્જી ભાજપની વિરોધને દબાવવાનો પ્રયાસ કરી રહી છે શાંતિપૂર્ણ માર્ચ કરવાનો અધિકાર શું અમને નથી કેમ અમારા ઉપર લાઠીચાર્જ કર્યો વોટર કેનનમાં બ્લુ કલરનો સલુશન કેમ હતું.
આ પહેલા બાબુલે પોતાના ટ્વીટર હૈંડલથી ટ્વીટ કર્યું જાનવર જેવી હરકત કરી રહી છે મમતા બેનર્જીની પાલતુ પોલીસ રેલીમાં મોટાભાગના યુવાનો હતાં તેમના ઉપર દુલ્મ કરવાની આવી સજા આ બેહરમ મુખ્યમંત્રીને જનતા એવો જવાબ આપશે ૨૦૨૧માં ઇતિહાસ યાદ રાખશે અને પોલીસ પાલતુ થતાં પહેલા બે વાર વિચાર કરશે બાબુલે એક વીડિયો શેર કર્યો છે જેમાં બંગાળ પોલીસ ભાજપ કાર્યકરો પર લાઠીઓ મારતા રહ્યાં હતાં.
બાબુલે એક બીજા ટ્વીટમાં વિડીયો શેર કર્યો જેમાં પોલીસ ભીડ પર કહેવાતી રીતે કંઇક ફેંકી રહ્યાં છે. આ ટ્વીટ કરતા બાબુલે લખ્યું ફુટેજ સત્યાપિત નથી પરંતુ જો દીદીની પાલતુ પોલીસ આ રીતની બર્બર અને કાયરતાપૂર્ણ કૃત્ય કરે છે તો અમને બિલકુલ પણ આશ્ચર્ય થશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સરકારના અનુમોદન વગર આ રીતનું જધન્ય કૃત્ય થઇ શકે નહીં.HS