પશ્ચિમ બંગાળની ભલાઈ માટે મોદીના પગે લાગવા તૈયાર છું
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પશ્ચિમ બંગાળ પ્રવાસ પર શરૂ થયેલા વિવાદને લઈને હવે મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે વાત કર્યા બાદ તે દીધા માટે રવાના થયા હતા. સાથે મમતાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, મારી જીત કેન્દ્રને પચી રહી નથી. હું બંગાળની જનતા માટે પ્રધાનમંત્રીને પગે લાગવા માટે તૈયાર છું.
મુખ્યમંત્રી મમતાએ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હાર પચાવી શકતા નથી તેથી વિરોધ કરી રહ્યાં છે. તેમણે બેઠકમાં મોડા પહોંચવા અને જલદી નિકળી જવાના વિવાદ પર કહ્યું કે, ગુરૂવારે મારો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના પ્રવાસ વિશે પછી માહિતી મળી હતી.
અધિકારીની બદલીના મુદ્દા પર મુખ્યમંત્રીએ કહ્યું કે, લડાઈ મારી સાથે છે, મારા અધિકારીઓ સાથે નહીં. તેમણે પશ્ચિમ બંગાળ તરફતી કેન્દ્રને રજૂઆત કરતા કહ્યું કે, જેટલુ સંભવ થઈ શકે મારા અધિકારીઓને આ બધાથી દૂર રાખવામાં આવે અને એક્સટેન્શન આપવામાં આવે. તેમણે કહ્યું કે, ટ્રાન્સફરના ઓર્ડરને રદ્દ કરવામાં આવે.
મમતા બેનર્જીએ કહ્યું કે, મારા કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીના પ્રવાસ વિશે માહિતી મળી હતી. આ સાથે તેમણે કહ્યું કે, કલાઈકુંડામાં તેમણે ૨૦ મિનિટ સુધી પીએમની રાહ જાેઈ. તે પહેલા તેઓ બે જગ્યાએ ગયા અને ત્યારબાદ તેનને દીધા જવાનું હતું. મમતાએ કહ્યું કે, પ્રધાનમંત્રીની મંજૂરી લીધા બાદ તે દીધા માટે રવાના થયા હતા.
મમતા બેનર્જીએ કહ્યું, એક પ્લાન હેઠળ તેમણે ખાલી ખુરશી દેખાડી. હું કેમ બેસુ, જ્યારે મેં ત્યાં રાજકીય પાર્ટીઓના નેતાઓને જાેયા, જે આ બેઠકમાં સામેલ થવાના હકદાર નહતા. મેં પીએમ સાથે મુલાકાત કરી.
મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે, અમારી શું ભૂલ છે? તેમણે કહ્યું- છેલ્લા બે વર્ષોમાં પાર્લામેન્ટ્રી વિપક્ષી નેતાઓની કેમ જરૂર પડી નથી કે ગુજરાતમાં વિપક્ષના નેતાને કેમ બોલાવવામાં આવતા નથી (બેઠકમાં). જ્યારે મેં શપથ લીધા તો રાજ્યપાલે કાયદો વ્યવસ્થા વિશે વાત કરી અને કેન્દ્રની ટીમ મોકલવામાં આવી હતી.