પશ્ચિમ બંગાળની સરખામણીમાં ઓડિશામાં એટલું નુકસાન થયું નથી: પ્રધાનમંત્રી
ઓડિશાનો હવાઈ સર્વે કર્યા પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
PIB Ahmedabad
એક તરફ દુનિયા કોરોના વાયરસને કારણે પેદા થયેલી સમસ્યાઓ સામે જાનહાનિ અટકાવવા માટે લડી રહી છે,બીજી તરફ હિંદુસ્તાન માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો હોય, તમામ વિભાગો અને એક સાથે તમામ નાગરિકો આ વાયરસની લડાઈમાં છેલ્લાં બે-અઢી મહિનાથી લાગ્યાં છે.
આ પ્રકારનાં કસોટીના સમયમાં ચક્રવાતનું આટલું મોટું સંકટ અને એ પણ સુપર-સાયકલોન ચિંતાજનક વિષય હતો. બંગાળમાંથી પસાર થઈને એ ઓડિશાને કેટલું નુકસાન કરી શકશે એ હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. પણ જે રીતે અહીં સંસ્થાગત વ્યવસ્થાઓ કરવામાં આવી, આ પ્રકારની સંકટની ઘડીમાં ગામડાઓ સુધી નાગરિકોને શું કરવાનું એની સારી જાણકારી હોવાથી અહીં જીવન બચાવવામાં બહુ મોટી સફળતા મળી છે. આ માટે ઓડિશાના નાગરિક, ઓડિશાનું વહીવટીતંત્ર અને ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન બાબુની સંપૂર્ણ ટીમ અભિનંદનની અધિકારી છે.
આપણે જાણીએ છીએ કે, જેટલી મોટી કુદરતી આફત આવે છે, એટલા મોટા પાયે સંપત્તિનું નુકસાન થાય છે. પશ્ચિમ બંગાળની સરખામણીમાં ઓડિશામાં એટલું નુકસાન થયું નથી, પણ જતાં જતાં આ પ્રકારની આફત થોડુંઘણું નુકસાન કરે છે. એ
હાઉસિંગમાં, પાવરમાં, કમ્યુનિકેશનમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે નુકસાન થયું છે એની સમીક્ષા આજે મેં વિગતવાર કરી છે. રાજ્ય સરકારે પણ વિસ્તારપૂર્વક મારી સામે તમામ વાતો રજૂ કરી છે.
અહીંની સરકારની વ્યવસ્થા તરફથી બહુ ઝડપથી એનું આકલન કરીને રિપોર્ટ ભારત સરકારને મોકલવામાં આવશે. ભારત સરકારની ટીમ પણ તાત્કાલિક અહીં પહોંચશે અને સંપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરીને લાંબા સમય માટે રાહતની વાત હોય, પુનર્વસનની વાત હોય, પુનર્ગઠનની વાત હોય – આ તમામ બાબતોને પ્રાથમિકતા આપીને કામ આગળ વધારવામાં આવશે.
અત્યારે તાત્કાલિક આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તરફથી 500 કરોડ રૂપિયાની એડવાન્સ વ્યવસ્થા કરવાનો અમે નિર્ણય લીધો છે. એક વાર સંપૂર્ણ સર્વે થઈ ગયા પછી પુનર્ગઠનની વિસ્તૃત યોજના બન્યાં ઓડિશાની વિકાસયાત્રામાં અને આ સંકટની ઘડીમાંથી બહાર નીકળવાનાં કામમાં અન્ય તમામ જરૂરિયાતો ભારત સરકાર પણ ખભેખભો મિલાવીને પૂરી કરશે અને તમામ પ્રકારનો સાથસહકાર આપશે.