પશ્ચિમ બંગાળને ઉત્તર-પૂર્વ સાથે જાેડતો રેલવેનો પુલ તૂટી પડતાં ૨નાં મોત

કોલકાતા, પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં પણ હવે પૂરથી હાલત ખરાબ થઈ ગઈ છે. દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી લોકોની મુશ્કેલી વધી છે. ઉત્તર બંગાળમાં જુરોંતી નદી પરનો માલબાજાર રેલવે પુલ અને તેને જાેડતો રસ્તો પૂરમાં ધોવાઈ જતાં ૨ લોકોનાં મોત થયાં. આનાથી પ.બંગાળનો ઉત્તર-પૂર્વનાં રાજ્યો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. બીજી તરફ બિહારના ૧૧ જિલ્લામાં ૯૩ બ્લોક, ૭૬૫ પંચાયત પૂરગ્રસ્ત છે, ૨૫ લાક લોકો બેઘર થયા છે. વધુ ૮ લોકોનાં મોત થયાં છે. દરભંગા અને સારન જિલ્લામાં સ્થિતિ સૌથી ખરાબ છે. બાગમતી, બૂઢી ગંડક, કમલા બાલાન અને ગંગા નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે.