પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વચ્ચે મુર્શિદાબાદમાં ૧૪ બૉમ્બ મળ્યા
મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળમાં ચાર તબક્કામાં વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે. ૧૭ એપ્રિલે પશ્ચિમ બંગાળમાં પાંચમાં તબક્કાની ચૂંટણી થવાની છે. આ પહેલા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના શમશેરગંજ વિસ્તારમાં ૧૪ ક્રૂડ બૉમ્બ જપ્ત કરવામાં આવ્યા. સુરક્ષા બળોને શંકા છે કે આ બૉમ્બનો ઉપયોગ વોટિંગ દરમિયાન કરવાનો હતો. મુર્શિદાબાદમાં મળેલા ૧૪ બૉમ્બને બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દ્વારા ડિસ્પોઝ કરી દેવામાં આવ્યા છે. આ ઘટના એવા સમયમાં થઈ છે જ્યારે રાજ્યમાં ૧૭ એપ્રિલે પાંચમાં તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જાે કે આવુ પહેલી વાર નથી જ્યારે મુર્શિદાબાદમાં બૉમ્બ મળવાની ઘટના બની છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મિડ માર્ચમાં પણ મુર્શિદાબાદના સાલાર વિસ્તારમાંથી ૧૭ બૉમ્બ જપ્ત કરવામાં આવ્યા હતા. એ વખતે પોલિસે કહ્યુ હતુ કે ખુફિયા માહિતીના આધારે બૉમ્બને જપ્ત કરવામાં આવ્યા છે. પોલિસે શંકા વ્યક્ત કરી હતી કે વિધાનસભા ચૂંટણીના સમયે આ બૉમ્બનો ઉપયોગ કરવાનો હતો.
આ પહેલી ૧૦ એપ્રિલે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારના એક મતદાન કેન્દ્ર પર હિંસા ભકી ઉઠી હતી. સત્તારૂઢ ટીએમસીએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય બળોએ કૂચબિહારમાં મતદાન કેન્દ્રો પર બે વાર આગ લગાવી અને ગોળીઓ ચલાવી જ્યાં લોકો પોતાના મત આપી રહ્યા હતા. જેમાં પાંચ કાર્યકર્તાઓના મોત થઈ ગયા. કૂચબિહારના અધિકૃત સૂત્રોએ જિલ્લામાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે.