Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં જદયુ ૭૫ બેઠકો ઉપર ચુંટણી લડશે

પટણા, બિહારમાં ભાજપની સાથે સત્તા ચલાવી રહેલ જનતાદળ યુનાઇટેડ (જદયુ) હવે પશ્ચિમ બંગાળમાં ચુંટણી લડવા જઇ રહી છે જદયુના નેતા ગુલામ રસુલ બલયાવીએ જણાવ્યું હતું કે પાર્ટી ૨૦૨૧માં યોજાનાર વિધાનસભા ચુંટણીમાં ૭૫ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે જાે કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે પાર્ટી એકલા હાથે ચુંટણી લડશે કે અન્ય નાના પક્ષો સાથે ગઠબંધન કરશે.

માનવામાં આવી રહ્યું છે કે જદયુ ચુંટણી લડશે તો ભાજપની વોટબેંકનું વિભાજન થઇ શકે છે ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળમાં સત્તા વિરોધી મતો દ્વારા જીત હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે આવામાં ટીએમસી વિરોધી મતોના વિભાજનની સીધી અસર ભાજપના મતો પર પડશે.

તાજેતરમાં બિહારમાં પુરી થયેલી વિધાનસભા ચુંટણીમાં એનડીએને બહુમતિ મળી છે પરંતુ એલજેપી તરફથી જદયુની વિરૂધ્ધ ઉમેદવારો ઉતારવાને કારણે નીતીશકુમારને બેઠકોના મામલામાં ખુબ નુકસાન થયું છે જદયુ બિહારમાં ભાજપથી પાછળ રહી ગઇ છે.કયાંકને કયાંક એવું માનવામાં આવી છે કે હકીકતમાં ભાજપે જ આ ખેલ ખેલ્યો હતો કેટલાક જાણકારી બતાવે છે કે જદયુમાં આ વાતને લઇ નારાજગી જરૂર છે નીતીશકુમાર રાજનીતિના ખુબ માહિર ખેલાડી છે અને હિસાબ કિસાત માટે યોગ્ય તક શોધતા રહે છે અને આ તક તેમને પશ્ચિમ બંગાળની ચુંટણીમાં મળી શકે છે બિહારથી જાેડાયેલ પશ્ચિમ બંગાળની કેટલાક બેઠકો પર જદયુની અસર થઇ શકે છે જાે કે બિહારથી બહાર પાર્ટીનું સંગઠન ખુબ નબળુ રહ્યું છે આવામાં માનવામા આવે છે કે પાર્ટી ચુંટણી પરિણામો પર કોઇ અસર તો નાખશે નહીં પરંતુ કેટલાક બેઠકો પર જાે તેને ભાજપના મત કાપ્યા તો ભાજપ માટે મુશ્કેલી વધી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.