પશ્ચિમ બંગાળમાં પક્ષપલ્ટા કાનુન લાગુ કરાવીને જ રહીશ : સુભેંદુ અધિકારી

કોલકતા: તૃણમૂલ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અનેક નેતા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં ભાજપની હાર બાદ ફરીથી ટીએમસીમાં સામેલ થઇ રહ્યાં છે. મુકુલ રોયના ટીએમસીમાં સામેલ થયા બાદ હવે તેમના સાથી ટીએમસીમાં પાછા ફરી રહ્યાં છે.
મુકુલ રોયના એક સાથી અને ઉત્તર ૨૪ પરગના જીલ્લા પરિષદના સભ્ય રતન ઘૌષે પણ ભગવા પાર્ટી છોડી દીધી છે. તેમના એક અન્ય નજીકનાનું કહેવું છે કે તેમને ભાજપમાં સમ્માન મળી રહ્યું નથી અનેક ભાજપ નેતા જે પહેલા સત્તાધારી પક્ષની સાથે હતાં તેમે રોયના ભગવા પાર્ટી છોડવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે ધોષે કહ્યું કે મેં પાર્ટી છોડી દીધી છે ભાજપની વિચારધારા અને કામ કરવાની પધ્ધતિ અલગ છે હું ત્યાં રહી શકુ નહીં મેં ટીએમસી નેતૃત્વથી મને પાર્ટીમાં ફરી લેવાની અપીલ કરી છે.
ટીએમસીના પૂર્વ ધારાસભ્ય અને રાજય ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ દુલાલ બારે રોયના ભાજપ છોડવાના નિર્ણયને સમર્થન આપ્યું છે.તેમણે કહ્યું કે રોયે યોગ્ય નિર્ણય લીધો છે. તે ભાજપમાં રહી શકે નહીં કારણ કે તેમનું સમ્માન થઇ રહ્યું નથી જાે તે પાર્ટીમાં કામ નહીં કરી શકે તો તેમને તે છોડવાનો પુરો અધિકાર છે.હું તેમની મદદથી ભાજપમાં આવ્યો હતો મને પણ સન્માન મળી રહ્યું નથી
હું આવનારા દિવસોમાં મારૂ ભવિષ્ય નક્કી કરીશ દરમિયાન મુકુલ રાયના ભાજપ છોડવા અને અન્ય નેતાઓની ટીએમસીમાં જવાની પેશકશથી વિરોધ પક્ષના નેતા અને રોયના પૂર્વ સાથી શુભેન્દુ અધિકારીએ પક્ષ પલ્ટા કાયદાનો ભંગનો આરોપ લગાવતા કહ્યું કે તે રાજયમાં તેને લાગુ કરીને જ રહેશે
નિયમાનુસાર પાર્ટી બદલતા પહેલા ધારાસભ્યે પોતાની જુની પાર્ટીથી રાજીનામુ આપવાનું હોય છે અને ઘારાસભ્યનું પદ પણ છોડવાનું હોય છે. તેનો ઉલ્લેખ કરતા શુભેંન્દુ અધિકારીએ કહ્યું કે આજ સુધી પશ્ચિમ બંગાળમાં પક્ષ પલ્ટા કાનુન લાગુ થયો નથી પરંતુ તે તેને લાગુ કરાવીને જ રહેશે