Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરની હત્યા કરી દેવાઈ

કોલકાતા: બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા હજી પણ ચાલી રહી છે.હાઈકોર્ટના આદેશના પગલે હ્યુમન રાઈટ કમિશનની ટીમોએ હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધેલી મુલાકાત બાદ પણ બંગાળની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી.
ખાસ કરીને આ હિંસામાં ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આજે બંગાળના ઉત્તર દિનાજપુર વિસ્તારમાં ભાજપના ૫૨ વર્ષીય કાર્યકર દેવેશ બર્મનનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.

પરિવારે દાવો કર્યો હતો કે, દેવેશ સોમવારથી ગૂમ હતો અને મંગળવારે સવારે ઘરથી ૫૦૦ મીટર દુર ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઝાડ પર તેનો મૃતદેહ લટકતો જાેવા મળ્યો હતો. તેની સાયકલ પણ નજીકથી મળી આવી હતી. પરિવારનો દાવો છે કે, દેવેશને મારીને ઝાડ પર લટકાવી દેવાયો છે,

જેથી લોકોની આંખમાં ધૂળ નાંખી શકાય. આ સ્પષ્ટપણે મર્ડર છે. બંગાળ ભાજપના પ્રવક્તાનુ કહેવુ છે કે, પંચાયત ચૂંટણીથી લઈને વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપના ૧૩૮ કાર્યકરોની હત્યા થઈ ચુકી છે. ૨ મેથી અત્યાર સુધી આઠ લોકોના મર્ડર કરાયા છે. લોકોને ડરાવવા માટે મૃતદેહોનો ઝાડ પર લટકાવવામાં આવી રહ્યા છે. આવતીકાલે ભાજપના કાર્યકરો રાજ્યમાં ધરણા કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.