પશ્ચિમ બંગાળમાં ભાજપના બે ઉમેદવારોનો ચુંટણી લડવાનો ઇન્કાર
કોલકતા: ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણી માટે ૧૪૮ ઉમેદવારોની એક વધુ યાદી જારી કરી છે.પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ રોય સાંસદ જગન્નાથ સરકાર પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિન્હા અને લોક ગાયક અસીમ સરકારને ટીકી આપવામાં આવી છે. આ પહેલા બંગાળમાં ભાજપ ૧૨૩ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુકી છે.પર્ટીએ એક બેઠક પોતાના સાથી એજેએસયુને આપી છે.જાે કે ટિકિટ વિતરણમાં ભાજપની ફજેતી થઇ છે.
ભાજપે શિખા મિત્રાને ચૌરંગી વિધાનસભા બેઠકથી ઉમેદવાર બનાવ્યા હતાં પરંતુ તેમણે ચુંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે તેમણે કહ્યું કે મેં ભાજપને કહ્યું છે કે હું ચુંટણી લડવા જઇ રહ્યો નથી તેમણે મારી સલાહ પણ લીધી ન હતી અને અચાનક મારા નામની જાહેરાત કરી દીધી આ ખોટી વાત છે એ યાદ રહે કે શિખા મિત્રા પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોમેન મિત્રાની પત્ની છે.શિખા મિત્રા ઉપરાંત બેલગછિયા બેઠક માટે જાહેર ઉમેદવાર તરૂણ સાહાએ પણ એમ કહેતા ચુંટણી લડવાનો ઇન્કાર કર્યો કે તેમણે ભાજપને પહેલા જ જાણ કરી હતી
દરમિયાન ટીએમસીએ શિખાએ ચુંટણી લડવાનો ઇન્કાર કરતા ભાજપ પર ટીપ્પણી કરી છે ટીએમસીએ કહ્યું કે ભાજપની પાસે નેતાઓની કમી છે આથી તેમની સહમતિ વિના જ કોઇ પણ વ્યક્તિને ટિકીટ આપી દેવામાં આવે છે.ટીએમસીના પ્રવકતા દેવનહસુગ ભટ્ટાચાર્યે કહ્યું કે ભાજપ કોઇને પણ ટિકિટ આપી રહી છે અન્ય પક્ષોથી આવનારા લોકોને મહત્વ આપવામાં આવી રહ્યું છે તેમની પાસે યોગ્ય ઉમેદવારોની કમી છે.
એ યાદ રહે કે ભાજપે રાજયની ચુંટણીઓ માટે કલાકારો ખેલ અને સિનેમા જગતની હસ્તીઓ અને વિવિધ ધંધાદારીઓને મેદાનમાં ઉતાર્યા છે. લોક કલાકાર અસીમ સરકારને નદિયા જીલ્લાના હરિગાતાથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે વૈજ્ઞાનિક ગોવર્ધન દાસને પૂર્બાસ્થળી ઉત્તરથી ટિકીટ આપી છે. એ યાદ રહે કે બંગાળની ૨૯૪ સભ્યોવાળા વિધાનસભા માટે ૨૭ માર્ચથી ૨૯ એપ્રિલની વચ્ચે આઠ તબક્કામાં મતદાન થનાર છે. બંગાળમાં ટીએમસી છેલ્લા ૧૦ વર્ષથી સત્તામાં છે.