Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા, મુખ્યમંત્રીથી લઇને ડીજીપીને સમન્સ

કોલકતા, પશ્ચિ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઇ રહી ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ભાજપ નેતા મનીષ શુકલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી આ મામલાની રાજયપાલ જગદીશ ધનખડે ગંભીર નોંધ લીધી છે રાજયપાલે રાજયમાં ખરાબ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ મુખ્યમંત્રી મમતા બેનર્જી એડિશનલ ચીફ સેક્રેટરી ગૃહ,ડીજીપીને સમન્સ મોકલ્યા છે બીજી તરફ ભાજપે આ મામલાને લઇ રાજયના બૈરકપુરમાં ૧૨ કલાકનું બંધ આપ્યું હતું.

મળતીમાહિતી અનુસાર મનીષ શુકલાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશનની સામે થઇ હતી.મનીષ શુકલા ટીટાગઢ પોલીસસ્ટેશન સામે આવેલ પાર્ટી કાર્યાલયમાં બેઠા હતાં આ દરમિયાન ત્યાં પહોંચેલા બાઇક સવાર હુમલાખોરોએ તેમની પર તાબડતોડ ગોળીબાર કર્યો આ હુમલામાં શુકલાને ગંભીર થઇ હતી હતી અને તેમને બૈરકપુરની બીએન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં અને બાદમાં એપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.

ભાજપના નેતાની હત્યા બાદ અહીં તનાવપૂર્ણ સ્થિતિ બનેલ છે ઘટનાની ગંભીરતાને જાેતા અડધી રાતથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યો છે. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે આ મામલાની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માંગ કરી છે વિજયવર્ગીયે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ધૂસણખોરોને આશ્રય ન આપી શકાય જે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે તેઓએ રાજયની તૃણમૂલકોંગ્રેસ સરકાર પર વોટ બેંક માટે તુષ્ટિકરણની નીતિનું અનુકરણ કરવાનો આરોપ લગાવ્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.