પશ્ચિમ બંગાળમાં મમતાને પરાજય આપવા વડાપ્રધાન ૨૦ રેલી કરશે
નવીદિલ્હી: ચુંટણી રાજયોમાં પ્રચારને લઇ ભાજપના દિગ્ગજાેએ કમર કસી લીધી છે સુત્રો અનુસાર બંગાળ અને આસામ ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધુઆધાર રેલીઓ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં ૨૦ રેલીઓ કરશે જયારે પડોસી રાજય આસમમાં વડાપ્રધાન ૬ રેલીઓ કરશે.બંગાળ એકમ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫-૩૦ રેલીઓ આયોજિત કરવાની માંગ કરવામાં આવી હતી પરંતુ હાલ ૨૦ રેલીઓને મંજુરી આપવામાં આવી છે.
રેલીઓની શરૂઆત ૭ માર્ચે કોલકતાના બ્રિગેડ મેદાનની રેલીથી થશે અન્ય રેલીઓ માટે હજુ જગ્યા અને સમય નક્કી કરવાનું બાકી છે જયારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ બંગાળમાં ૫૦-૫૦ ચુંટણી રેલીઓને સંબોધિત કરશે એ યાદ રહે કે તાજેતરમાં કોંગ્રેસ અને ડાબેરીની બ્રિગેડ મેદાનમાં ખુબ મોટી રેલી થઇ હતી
આ રેલીમાં એકત્રિત થયેલ ભીડે બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. બંગાળમાં પહેલીવાર ભગવો ઝંડો લલહેરાવવા માટે ભાજપે કમર કસી લીધી છે. ગઇકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલીને સંબોધન કર્યું હતું જયારે વડાપ્રધાન કોલકતમાં રવિવારે રેલીને સંબોધન કરશે સાત માર્ચે વડાપ્રધાન કોલકતાના બ્રિગેડ મેદાનમાં મોટી કરશે ભાજપ આ રેલી દ્વારા સમગ્ર રાજયમાં પોતાનો સંદેશ પહોંચાડવા ઇચ્છે છે.
ભાજપ નેતા અને કાર્યકર્તાઆ રેલીને સુપરહિટ બનાવવાના કામમાં લાગી ગયા છે ભાજપનો લક્ષ્યાંક બ્રિગેડ મેદાનમાં લગભગ ૧૦ લાખ લોકોને લાવવાનો છે ભાજપ આ રેલીને સફળ બનાવવા માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવી રહી છે એ યાદ રહે કે બંગાળમાં કહેવાય છે કે જેનું બ્રિગેડ ગ્રાઉન્ડ તેનું બંગાળ