Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદને લઇને ભાજપમાં તિરાડ પડી

કોલકતા, પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ધોષનું નામ મુખ્યમંત્રી ઉમેદવારના રૂપમાં ઉછાળવા પર રાજનીતિ ગરમાઇ છે.વિષ્ણુપુરથી ભાજપના સાંસદ સૌમિત્ર ખાને જાહેરમાં દાવો કર્યો કે જાે પાર્ટી સત્તામાં આવશે તો ધોષ બંગાળના આગામી મુખ્યમંત્રી હશે તેમનાં આ દાવા પર ભાજપમાં તિરાડ પડી છે. તેમના આ દાવા પર શિવ પ્રકાશ વિજયવર્ગીય અન અમિતાવ ચક્રવર્તી સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ નારાજગી વ્યકત કરી અને સૌમિત્ર ખાનને ફટકાર લગાવી હતી.

શિવપ્રકાશ ભાજપના રાષ્ટ્રીય સંયુકત મહામંત્રી સંગઠન છે વિજયવર્ગીય ભગવા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી છે અને બંગાળમાં મોટી ભૂમિકામાં છે આ રીતે અમિતાવ ચક્રવર્તી ભાજપના  રાજય મહામંત્રી સંગઠન છે ધટનાક્રમ પર ભાજપના આંતરિક સુત્રોએ કહ્યું કે ત્રણેય નેતાઓએ બેઠકમાં દિલીપ ધોષની સામે સૌમિત્રને ખુબ ફટકાર લગાવી તેમને પોતાની જીભ પર કાબુમાં રાખવાની જણાવ્યું. બેઠકમાં વિજયવર્ગીયે ત્યાં સુધી કહી દીધુ છે બીજીવાર આવી ભુલ કરવા પર સાંસદને કારણ બતાવો નોટીસ મોકલવામાં આવશે તેમણે કહ્યું કે ભાજપ ધારાસભ્ય અને પાર્ટીની સંસદીય સમિતિ મુખ્યમંત્રીની ચુંટણી પર નિર્ણય કરશે

પશ્ચિમ મિદનાપુરના દેઉલીમાં એક જાહેરસભાને સંબોધન કરતા ખાને કહ્યું કે હતું કે દિલીપ ધોષ આગામી મુખ્યમંત્રી હશે તેમણે કહ્યું કે દિલીપ દાદા સાચા નેતા છે તેમણે પોતાનું પારિવારિક જીવન પણ આપ્યું નથી મને પુરો વિશ્વાસ છે કે તે એક દિવસ બંગાળના મુખ્યમંત્રી બનશે.મામલામાં ભાજપના પદાધિકારીઓએ કહ્યું કે પાર્ટીએ હજુ સ્પષ્ટ કર્યું નથી કે રાજયના આગામી મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ફકત એટલું કહ્યું કે મુખ્યમંત્રી ચહેરો બંગાળની માટીનો જ હશે જાે કે પાર્ટીમાં મુખ્યમત્રી પદના અનેક દાવેદાર પણ છે.

ભાજપ સુત્રોના જણાવ્યા અનુસાર જાે વિધાનસભા ચુંટણીમાં ભાજપ બહુમતી લાવશે તો ચોક્કસપણે ધોષ આ પદના મુખ્ય દાવેદાર હશે જાે કે પાર્ટીના રાજયસભા સભ્ય સ્વપન દાસગુપ્તા કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાંસદ લોકેટ ચેટર્જી ટીએમસી છોડી ભાજપમાં સામેલ શુવેદુ અધિકારી પણ મુખ્ય દાવેદારોમાંથી એક માનવામાં આવે છે

બંગાળમં ભાજપ હાલમાં પશ્ચિમ બંગાળમાં સત્તા હાંસલ કરવા તમામ શક્તિઓ કામે લગાવી રહી છે.ભાજપ નેતા આગામી મહીનામાં બંગાળમાં રથ યાત્રા કાઢવાની યોજના બનાવી રહી છે આ રથયાત્રા રાજયની તામ ૨૯૪ વિધાનસભા બેઠકોને કવર કરનાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.