પશ્ચિમ બંગાળમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના અનુસાર રાજયના દુર્ગાપુરમાં આજે સવારે ૭.૫૪ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો સેંટરે કહ્યું કે રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ રહી
યુરોપીય ભૂમધ્યસાગરીય ભૂકંપીય કેન્દ્રે કહ્યું કે પશ્ચિમ બંગાળના બહરામપુરથી ૩૦ કિમી દુર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપના આ આંચકા મોડી રાતે ૧.૩૦ કલાકે આવ્યા અને રિએકટર સ્કોલ પર તેની તીવ્રતા ૩.૮ રહી હતી.મોડી રાત્રે ભૂકંપ આવતા લોકો નિદ્રામાં હતાં આથી કેટલાકને જાણ થઇ ન હતી પરંતુ જે લોકોને જાણ થઇ હતી તેઓ પોત પોતાના ઘરોની બહાર નિકળી ગયા હતાં.HS