પશ્ચિમ બંગાળ વિશ્વનો સૌથી મોટો એગ ચિકન રોલ
કોલકાતા: ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ ખાણીપીણી ફેમસ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ પોતાની અનોખી વાનગીઓ માટે દેશભરમાં જાણીતું છે. એમાં પણ જ્યારે રસગુલ્લા કે ફૂચકાની વાત આવે ત્યારે મગજમાં પહેલો વિચાર પશ્ચિમ બંગાળનો આવે છે. જાેકે, આજે આપણે માત્ર આ વાનગીની વાત નથી કરી રહ્યા. આજે આપણે એગ ચિકન રોલની વાત કરશું. જે માસલાથી ભરપૂર વાનગી છે. સ્વાદના શોખીનોને કલકત્તાના સ્ટ્રીટ ફૂડએ ક્યારેય પણ નિરાશ કર્યા નથી. આ વાનગી શાકાહારી અને માંસાહારી એમ બંને પ્રકારે બને છે. જાેકે, આજે આપણે પશ્ચિમ બંગાળમાં વિશ્વના સૌથી મોટા ચિકન એગ રોલ અંગે વાત કરશું,
જે માત્ર રૂપિયા ૩૪૯માં વેચાય છે. આ વાનગી કલકત્તાના શેફ અલાદિન નામની રેસ્ટોરન્ટમાં વેચાઈ છે. આ વાનગી જાેઈને જ મોઢામાં પાણી આવી જાય છે. મસાલાવાળી લાલ ચટણી, લ્યુસિયસ મેયોનેઝ, ડુંગળીના કટકા કરાયેલા ટોપિંગ્સ, કોબી, ચિકનની ફિસ્ટ, ફ્રેયીડ ટોર્ટીલા ધરાવતી આ વાનગી ઈન્સ્ટાગ્રામ પર ઈની મેનીયા દ્વારા શેર કરેલી તસ્વીરમાં જાેવા મળે છે. પોસ્ટમાં વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,
કોલકાતાના ગારિયા સ્ટેશન રોડ, ૪૫, બસિયા સ્ટેટ રોડ, છોટ બોટ તાલા, એ/બી, ગારિયા ખાતે શેફ અલાદિન રેસ્ટોરન્ટમાં આ રોલ મળે છે. આ વાનગી જાેયા બાદ ખાવાનું મન થાય ત્યારે ઓર્ડર કરતાં પહેલાં એ વાત જાણી લો કે રોલ ની લંબાઈ ૨૩થી ૨૬ ઈંચની હોય છે. તેમાં સ્વાદવાળી મિશ્ર શાકભાજી, પનીર ટીક્કા કબાબ, મટન કબાબ, ચિકન કબાબ અને ગ્રેટેડ ચીઝ ભરેલું છે. ઓછી ભૂખ હોય અથવા થોડું ખાઈને ધરાઈ જતા હોય તેની માટે આ વાનગી નથી.
આ વાનગી મંગાવતા પહેલા વધુ ખાઈ શકે તેવા લોકોને ભેગા રાખવા અત્યંત જરૂરી બની જાય છે. આ સ્વાદિષ્ટ એગ રોલનો ઇન્ડિયા ઇટ મીડિયા દ્વારા વિડીયો શેર કરવામાં આવ્યા છે. જેમાં આ મહાકાય ફૂડ આઈટમ તૈયાર કરવાની પદ્ધતિ દર્શાવવામાં આવી છે. ગરમ સ્ટીલના તવા પર ઇંડા પાથર્યા બાદ શેફ તેના પર મસમોટો ‘લાચ્છા પરાઠા’ મૂકે છે ત્યારબાદ ટોપિંગનો ઢગલો કરે છે. આ જાેઈને મોઢામાં પાણી આવી જાય છે.