પશ્ચિમ બંગાળ હજુ પણ ભાજપના કેન્દ્રમાં છે : ૨૦૨૪ની તૈયારી ?
કોલકતા: રાજ્યમાં ચાર સાંસદોને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. આ નેતા છે નિશિથ પ્રમાણિક, જાેન બારલા, શાંતનુ ઠાકુર અને સુભાષ સરકાર. કેન્દ્રીય કેબિનેટમાં આ ચહેરાને જાેતા લાગે છે કે ભલે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ હોય પરંતુ રાજ્ય ભાજપના કેન્દ્રમાં બનેલું છે.
પશ્ચિમ બંગાળથી મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવેલા નવા નેતાઓની ચર્ચા કરીએ તો નિશિથ પ્રમાણિકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના મનાય છે. ઉત્તર બંગાળમાં તેમની સારી પક્કડ છે. આ વિસ્તારમાં ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભાજપને સાત સીટો મળી હતી. હવે આશા છે કે નિશિથને મંત્રી બનાવીને ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં ઉત્તર બંગાળમાં મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત શાંતનું ઠાકુરને મંત્રિ મંડળમાં જગ્યા મળી છે. શાંતનું ઠાકુર જે મટુઆ સમુદાય સાથે સંબંધ ધરાવે છે તે બંગાળમાં ભાજપનો કોર વોટર બની ચૂક્યા છે. ૨૦૧૯એ લોકસભા ચૂંટણીમાં ભાજપને સફળતા પાછળ આ સમુદાયના મત પુરતા હતા. આ સમુદાયનું મત ગણિત સમજીયે તો રાજ્યની ૪૨ સંસદીય સીટોમાં ૧૦ અનુસુચિત જાતિ માટે આરક્ષિત છે. જેમાંથી ૪ સીટો ૨૦૧૯માં ભાજપે જીતી હતી. આ સમુદાયની વસ્તી ૩ કરોડથી વધારે છે.
આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવનાર જાેન બારલા બંગાળના અલીપુરદ્વાર સીટન સાંસદ છે. ૨૦૧૯ની ચૂંટણીમાં જીતીને પહેલીવાર સાંસદ પહોંચ્યા હતા. પહેલી વાર સાંસદ બનેલા બારલાને હવે પીએમ મોદીએ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. હકિકતમાં આ માટે બારલાની બંગાળના ચાના બગીચામાં પક્કડ જવાબદાર છે. તેમણે બગીચામાં કામ કરનારા અધિકાર માટે કામ કર્યુ છે. પીએમએ તેમને પોતાની ટીમમાં સામેલ કરી મોટો સંદેશ આપ્યો.
ચૌથા નેતા છે સુભાષ સરકાર, તે વ્યવસાયે ડોક્ટર છે અને બાંકુડામાં રહે છે. ભાજપના અનુભવી યોદ્ધા અને બાંકુડાથી સાંસદ સુભાષ સરકાર લાંબા સમય સુધી પ્રદેશમાં પાર્ટીનું મેનેજમેન્ટ સંભાળી ચૂક્યા છે. તેમણે બંગાળના જીમીની નેતા ગણાવવામાં આવે છે. બંગાળમાં ભાજપમાં મહત્વના પદો પર રહી ચુકેલા સુભાષ સરકારને સારા સંગઠન કાર્યકર્તા માનવામાં આવે છે.