પશ્ચિમ રેલવેના GM આલોક કંસલ દ્વારા વિરમગામ-રાજકોટ રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે વિરમગામ-રાજકોટ રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું તેમને વિરમગામ ખાતે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે તેમના નિરીક્ષણ દરમિયાન આ ખંડમાં આવતા રેલ્વે ક્રોસિંગ, મેજર અને માઇનોર બ્રિજ, ટ્રેકમેન ટીમ, પોઇન્ટ એન્ડ ક્રોસિંગ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ, ટ્રેક રોટેશન જેવા ટેકનિકલ પાસાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. શ્રી કંસલે લખતર, સુરેન્દ્રનગર અને રાજકોટ સ્ટેશન પર યાત્રી સુવિધાઓ નું નિરિક્ષણ પણ કર્યુ.
આ દરમિયાન શ્રી કંસલે સુરેન્દ્રનગર સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતા ગુડ વર્ક અને રાજભાષા પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. સાથે સાથે લખતર અને સુરેન્દ્રનગર ખાતે રેલવે કોલોનીઓની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં રહેતા રેલવે કામદારોના પરિવારજનો સાથે પણ ચર્ચા કરી હતી.
અહીં તેમણે ટ્રેક્શન, સબ સ્ટેશન, હેલ્થ યુનિટ, એક્સિડેન્ટલ મેડિકલ રિલીફ ટ્રેન, ટીએક્સઆર ઓફિસ, ગાર્ડ અને ડ્રાઈવર લોબી તથા રનિંગ રૂમનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, ડિવિઝનના ચમારજ અને થાને સ્ટેશનો વચ્ચે 120 KMPH ગતિથી સ્પીડ ટ્રાયલ પણ કરવામાં આવી હતી.
તેમના નિરીક્ષણ દરમિયાન શ્રી કંસલ રેલવે સલાહકાર સમિતિના સભ્યો, માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયન, એસોસિએશનો, માનનીય સાંસદોના પ્રતિનિધિઓ, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મુલાકાત કરી હતી અને તેમના આવેદન સ્વીકાર્યા હતાં.
આ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન શ્રી કંસલ સાથે મુખ્યાલયથી આવેલા વિવિધ વિભાગોના વડા, રાજકોટ ડિવિઝનના ડીઆરએમ શ્રી પરમેશ્વર ફૂંકવાલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા.