પશ્ચિમ રેલવે ચલાવશે સોમનાથ અને જબલપુર વચ્ચે બે વિશેષ પેસેન્જર ટ્રેનો
અમદાવાદ, યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા સોમનાથ અને જબલપુર વચ્ચે બે વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, ટ્રેન નંબર 01463/64 સોમનાથ- સ્પેશિયલ ટ્રેન 4 ઓક્ટોબર 2020 થી સોમનાથ થી ચાલશે અને ટ્રેન નંબર 01465/66 સોમનાથ-જબલપુર દ્વિ સાપ્તાહિક સ્પેશિયલ 5 ઓક્ટોબર 2020 થી સોમનાથ થી ચાલશે. આ ટ્રેનો આગામી સૂચના સુધી ચાલુ રહેશે. ઉપરોક્ત ટ્રેનોની વિગતો નીચે પ્રમાણે છે:
ટ્રેન નંબર 01463 સોમનાથ – જબલપુર સ્પેશિયલ ટ્રેન 4 ઑક્ટોબર , 2020 થી દરેક મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર ના રોજ સોમનાથ થી 09:30 વાગ્યો ચાલશે અને આગળ દિવસે 14:20 વાગ્યે જબલપુર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 01464 જબલપુર-સોમનાથ સ્પેશિયલ ટ્રેન 3 ઓક્ટોબર 2020 થી દરેક મંગળવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર ના રોજ જબલપુર થી 11:40 વાગ્યે ઉપડશે અને 17:45 વાગ્યે સોમનાથ પહોંચશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન વેરાવળ,કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, દાહોદ, રતલામ, નાગદા, ઉજજૈન, સુજાલપુર,સંત હિરદારામ નગર, ભોપાલ, હબીબગંજ, હોશાંગાબાદ, ઇટારસી, સોહાગપુર, પીપરિયા, ગાડરવારા, કરેલી, નરસિંહપુર, કરક બેલ અને શ્રીધામ સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે. ટ્રેન નમ્બર 01463 સોમનાથ-જબલપુર સ્પેશિયલ ટ્રેન મદનમહલ સ્ટેશન પર પણ રોકાશે. આ ટ્રેન માં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ ના કોચ હશે.
ટ્રેન નંબર 01465 સોમનાથ – જબલપુર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 5 ઑક્ટોબર 2020 થી દરેક સોમવાર અને શનિવાર ના રોજ 09:30 વાગ્યે સોમનાથ થી ઉપડશે અને આગલા દિવસે 17:20 વાગ્યે જબલપુર પહોંચશે. વાપસી માં ટ્રેન નંબર 01466 જબલપુર-સોમનાથ દ્વિ સાપ્તાહિક સ્પેશિયલ 2 ઓક્ટોબર 2020 થી જબલપુર થી પ્રત્યેક સોમવાર અને શુક્રવાર ના રોજ 10 વાગ્યે ઉપડશે અને આગલા દિવસે 17:45 વાગ્યે સોમનાથ પહોંચશે. આ ટ્રેન વેરાવળ, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી,દાહોદ, રતલામ, નાગદા, ઉજજૈન,સુજાલપુર, સંત હિરદારામ નગર, ભોપાલ, વિદીશા, ગંજ બસોડા, મંડી બામોરા, બીના જંકશન, ખુરાઇ,સાગર, પથારીયા, દમોહ અને કટની મુરવારા સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે. આ ટ્રેન માં ફર્સ્ટ એસી,એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ સીટીંગ ના કોચ હશે.