પશ્ચિમ રેલવે દ્વારા ટિકિટના દર ૧૦ રૂપિયા માંથી વધારીને ૩૦ રૂપિયા કરાયા
અમદાવાદ: સમગ્ર દેશ માં કોરોનાની આ મહામારીએ અર્થતંત્ર પર ભાર વધાર્યો છે જે અંતર્ગત રાજય માં પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે . આ મોંઘવારી ને લીધે સામાન્ય લોકોની હાલત કફોળી થતી જાેવા મળી રહી છે ત્યારે વધુ માં રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં ૩૦૦ ટકાનો વધારો ઝીંકી દીધો છે. જેથી હવે પ્લેટફોર્મ ટિકિટના ૩૦ રૂપિયા ચુકવવા પડશે જે પહેલા ૧૦ રૂપિયા હતા. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રહેશે. જ્યારે અન્ય સ્ટેશનો ઉપર ૨૦ રૂપિયા રહેશે.
આ પ્લેટફોર્મ ટિકિટના દરોમાં આ વધારો ૨૨ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ. અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબુ્રઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો. બાદમાં પેસેન્જર્સ એસોસિએશનો દ્વારા આ અંગે રજૂઆત કરાતા પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરાઇ છે. હવે જાે તા.૨૨ ઓગસ્ટ સુધીમાં કોરોનાના કેસો વધશે તો ફરીથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાશે અને જાે કોરોનાની સ્થિતિ સામાન્ય બની જશે તો ટિકિટના દરમાં ઘટાડાની પણ શક્યતાઓ છે.